Vadodara

વાસણા લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક લુટારુને ઝડપી પાડ્યો

વડોદરા: વાસણા રોડ પર દંપતીની રિવોલ્વરની અણીએ બંધક બનાવી 41 તોલા સોનાની સનસનાભરી લૂંટ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ એક પોલીસને ઝડપી પાડ્યો છે. જેથી તેને કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
ભાજપના મહિલા કાઉન્સિલર સંગીતાબેન પટેલના દિપકભાઇ પટેલ તેમની પત્ની દિવ્યાબેન સાથે વાસણા રોડ પર આવેલી મુદ્રા સોસાયટીમાં એકલા રહેતા હતા. તેઓ બે વર્ષ પહેલા જર્મનીથી અહીયા આવ્યા હતા. 7 ઓ્કટોબરે સાંજે ત્રણ લુટારુઓએ તેમના ઘમાં ઘૂસી જઇને એનઆઇઆરને માર મારી સેલોપેટ વડે બાંધીને 41 તોલા સોનુ અને રોકડકા રૂા. 40 હજાર મળી કુલ 16.40 લાખની દિલધડક લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.

જેમાં ક્રાઇમ બ્રાન્ચે 6 લુટારૂઓને ઝડપી પાડ્યા હતા. તેમની હાલમાં રિમાન્ડ ચાલી રહ્યા છે. પકડવામાં આવેલી આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી છે. જ્યારે અન્ય સગીર સહિત 5 આરોપીઓ નાસતા ફરતા હતા તૈ પૈકીનો આરોપી દેવલ કાંતિભાઇ પ્રજાપતિ (ઉંવ. 35, રહે, મહેશ્વરીનગર -01 માંજલપુર મૂળ ડભાસા તા.જિ. વડોદરા)ને ક્રાઇમ બ્રાન્યની પીઆઇ પી બી દેસાઇ સહિતની ટીમે શોધી કાઢીને તેની અટક કરવામાં આવી છે. સોમવારે આરોપી દેવલ પ્રજાપતિ વધુ તપાસ કરવા કોર્ટમાં રજૂ કરવામા આવતા કોર્ટે દેવલના 8 દિવસની પોલીસ કસ્ડી રિમાન્ડ મંજૂર કર્યા છે.

દેવલનો આરોપી ઉપેન્દ્રસિંહ ગોહિલે સંપર્ક કર્યો હતો
આરોપી ઉપેન્દ્રસિંહ ગોહિલે વાસણા રોડ પર રહેતા દંપતીને બંધક બનાવી લૂંટ કરવાની હોવાથી દેવલ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ દેવલ પ્રજાપતિએ લૂંટને અંજામ આપવા માટે અન્ય લોકોનો સંપર્ક કર્યો હતો અને લૂંટના પ્લાનને કેવી રીતે પાર પાડવાનો છે તે માટે તમામે ભેગા મળી મીટિંગ કરી હતી. મીટિંગ કર્યા બાદ 7 આક્ટોબરે સાંજે દંપતી પાસેથી 41 તોલા સોનાની લૂંટ ચલાવી હોવાની દેવલ પ્રજાપતિએ કબૂલાત કરી છે.

Most Popular

To Top