SURAT

દર્દીના સગાવાળાએ મહિલા સિક્યુરિટીને માર માર્યો: નવી સિવિલના એનઆઈસીયુ વોર્ડની ઘટના

સુરત: નવી સિવિલ હોસ્પિટલના (NCH) એનઆઇસીયુ (NICU) વિભાગમાં સિક્યુરિટી (Security) તરીકે ફરજ બજાવતી મહિલાને દર્દીના સગાવાળા સાથે થયેલી બોલાચાલી બાદ ઢીકમુક્કીનો માર મરાયો હોવાની ઘટના સામે આવી છે. આ મામલે નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકોલીગલ કેસ કરવામાં આવ્યો છે.નવી સિવિલ હોસ્પિટલ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર લિંબાયત કમરૂનગર ખાતે રહેતી નયમાબાનુ લતીફ સૈયદ નવી સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે. દરમિયાન રવિવારે બપોરે એકથી દોઢ વાગ્યાના અરસામાં તેણી નવી સિવિલ હોસ્પિટલના એનઆઇસીયુ વિભાગમાં ફરજ ઉપર હાજર હતી. આ સમયે વોર્ડમાં જવા બાબતે દર્દીના સગાવાળાએ સિક્યુરિટી સાથે બોલાચાલી કરી હતી.

  • સિક્યુરિટી ગાર્ડ મહિલા હોવાની પણ શરમ ન રાખી
  • તેના પુરાવા સહિતની એક અરજી ખટોદરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી
  • નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકોલીગલ કેસ કરવામાં આવ્યો છે

સિક્યુરિટી ગાર્ડ મહિલા હોવાની પણ શરમ ન રાખ
ઉગ્ર થઇ ગયેલા ત્રણ અજાણ્યાએ સિક્યુરિટી ગાર્ડ મહિલા હોવાની પણ શરમ ન રાખી તેણી સાથે હાથચાલાકી કરી લીધી હતી. નયમાબાનુને ઢીકમુક્કીનો માર મરાતાં તેને ઇજાગ્રસ્ત હાલતમાં ઇ-2 વોર્ડમાં દાખલ કરવામાં આવી હોવાનું વધુમાં જાણવા મળ્યું છે. સીસીટીવી કેમેરામાં વિષ્ણુ શાહુ, રંજન શાહુ અને તેનો પુત્ર રાકેશ શાહુ (રહે.,ગાંધીકુટિર, પાંડેસરા) મારામારી કરતા નજરે પડી રહ્યા છે. તેના પુરાવા સહિતની એક અરજી ખટોદરા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી છે.

ચોરી કરવા આવેલા ચોરને લોકોએ ઢીબી નાંખી યમસદને પહોંચાડી દીધો
સુરત : ભરીમાતા, કોઝવે ખાતે સેરેનિટી હોમ નામના એપાર્ટમેન્ટમાં સવારના સાડા ચાર વાગ્યે ઘૂસેલા ચોરને લોકોએ લાકડાના ફટકા વડે ફટકારતાં તેનું સ્થળ પર મોત નીપજ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ આસીફ શકીલ શેખ (ઉં.વ.27)ને ચોરી કરતા રંગેહાથે ઝડપી પાડ્યો હતો. બાદ આ ચોરને લાકડાના ફટકા અને હોકી વડે ફટકારવામા આવ્યો હતો. સ્થાનિક રહીશોના ગુસ્સાનો ભોગ બન્યો હતો.

સેરેનિટી હોમ એપાર્ટમેન્ટના રહીશો સામે હત્યાનો ગુનો દાખલ

ચોરને લોહીલુહાણ હાલતમાં છોડી દેવામાં આવ્યો હતો. દરમિયાન સ્થળ પર પોલીસ આવતાં ચોર મૃત અવસ્થામાં હોવાનું માલૂમ પડ્યું હતું. હાલ ચોક બજાર પોલીસ દ્વારા આ હત્યામાં સંડોવાયેલા સેરેનિટી હોમ એપાર્ટમેન્ટના રહીશો સામે હત્યાનો ગુનો દાખલ કરવા માટે તજવીજ હાથ ધરાઈ છે.

Most Popular

To Top