Gujarat

સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ આજથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે

ગાંધીનગર : સંયુકત્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનીયો ગૂટેરસ (United Nations Secretary General Antonio Guterres) આવતીકાલથી ભારતની (India) મુલાકાતે આવી રહયા છે. તેઓ આવતીકાલે મુંબઈ (Mumbai) ખાતે ૨૬-૧૧ આંતકી હુમલાના મૃતકોને શ્રદ્ધાસુમન અર્પણ કરશે, તે પછી સંયુકત્ત રાષ્ટ્રસંઘના વડા ગુજરાતની મુલાકાતે આવી રહયા છે, તેમની સાથે પીએમ (PM) નરેન્દ્ર મોદી પણ પ્રવાસમાં જોડાશે.

તા.૨૦મી યુએનના વડા ગુજરાતના પ્રવાસે આવી રહયા છે. તેઓ સીધા મોઢેરા ખાતે જઈ રહયા છે. જ્યાં તેઓ મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાતે આવશે. અહીં તેઓ ભારતના સૌ પ્રથમ સોલાર પાવર ગામની મુલાકાત લેશે. આ ઉપરાંત સૂર્ય મંદિર ખાતે સમારંભમાં હાજરી આપશે.અહીથી તેઓ સીધા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જશે, જયા તેઓ સરદા સાહેબની વિશ્વથી ઊંચી પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરશે. આ ઉપરાંત મિશન લાઈફ (લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરોમેન્ટ) સમારંભમાં હાજરી આપશે. તે પછી તેઓ નવી દિલ્હીમાં વિદેશ મંત્રી એસ જયશંકરને પણ મળીને વિશ્વને હાલમા સ્પર્શતા મુદ્દાઓ પર ચર્ચા કરશે.

Most Popular

To Top