સાવલી: વાઘોડિયા તાલુકા ફ્લોડ ગામે બનેલી દુષ્કર્મની ઘટના ના કેસમાં સાવલીની સ્પેશ્યલ પોકસો ટ્રીબ્યુનલ કોર્ટ એ પોકસો તેમજ એટ્રોસીટી સહિત ના આરોપીને તકસીરવાર ઠેરવી 20 હજાર દંડ અને આજીવન કેદની સજા ફટકારવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે. વાઘોડિયાના ફલોડ ગામે 2/11/ 2020 માં સગીરા સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો. જેની ફરિયાદ વાઘોડિયા પોલીસ મથકે નોંધાઇ હતી વાઘોડિયા પોલીસે આ બનાવમાં સદ્દામ હુસેન ઉર્ફે સત્તાર મન્સૂરી ની ધરપકડ કરી હતી અને તેની સામે પોકસો તેમજ ઍટ્રોસીટી સહિતની વિવિધ કલમો નોંધીને કાર્યવાહી હાથ ધરી હતી.
સાવલીની સ્પેશિયલ પોકસો ટ્રીબ્યુનલ માં કેસ ચાલી જતાં પોકસો ટ્રીબ્યુનલના સ્પેશ્યલ જજ જે,એ,ઠક્કરે સરકારી વકીલ સી જી પટેલની ધારદાર દલીલો તેમજ સાંયોગિક પુરાવા ના આધારે મહત્વ નો ચુકાદો આપીને આરોપીને તકસીરવાર ઠેરવીને આજીવન કેદની સજા તથા 20,000 ના દંડની સજા ફટકારતા સમગ્ર પરિસરમાં સન્નાટો મચી જવા પામ્યો હતો સ્પેશિયલ કોર્ટે દ્વારા આં કેસની વિવિધ કલમો જેવીકે ઇપીકો 363 હેઠળ ત્રણવર્ષ સખતકેદ અને રૂપિયા 3000 દંડ તેમજ ઇપીકો 366 હેઠળ પાંચવર્ષ સખતકેદ અને રૂપિયા 5000 નો દંડ પોકસો એક્ટ ની વિવિધ કલમ હેઠળ 20 વર્ષ ની સખતકેદ ની સજા અને રૂપિયા 20 000 નો દંડ ફટકાર્યો છે અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો બનતો હોય.
તેમજ ભોગબનનાર સાથે દુષ્કર્મ કરેલ હોય કાયદા ની જોગવાઈ મુજબ આજીવન સખતકેદની સજા નો હુકમ કરવામાં આવ્યો છે સાથે સાથે ભોગબનનાર ને રૂપિયા ચારલાખનું વળતર ચૂકવવા જિલ્લા કાનૂની સહાય સત્તામંડળ ને ભલામણ કરવામાં આવી છે અને આરોપી જે દંડ ની રકમ ભરે તે રકમ પણ ભોગબનનાર ને ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે સજા ફટકારતા સમગ્ર કોર્ટ પરિસરમાં સન્નાટો મચી જવા પામ્યો હતો જ્યારે આરોપીના પરિવારજનોમાં શોક ની લાગણી પ્રસરી ગઈ હતી.