વોશિંગ્ટન: હાલમાં જ અમેરિકન અખબાર ‘વોલ સ્ટ્રીટ જર્નલ’માં એક જાહેરાત પ્રસિદ્ધ થઈ હતી, જેના પર ઘણો વિવાદ શરૂ થયો છે. નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણ, (Nirmala Sitharaman) સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) અને દેવાસ-એન્ટ્રિક્સ કેસ સાથે સંકળાયેલા અન્ય અધિકારીઓને વોન્ટેડ ગણાવાયા છે અને તેમના પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરવામાં આવી હતી.13 ઓક્ટોબરના રોજ અખબારમાં પ્રસિદ્ધ થયેલી જાહેરાતમાં લખ્યું છે કે ‘અધિકારીઓને મળો જેમણે ભારતને રોકાણ માટે અસુરક્ષિત સ્થળ બનાવ્યું’.યુએસ સરકારના 2016ના ગ્લોબલ મેગ્નિટસ્કી કાયદા હેઠળ, માનવાધિકારનું ઉલ્લંઘન કરનારા વિદેશી સરકારી અધિકારીઓ પર પ્રતિબંધ છે.
સીતારમણ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેશે
જેમાં 11 લોકો પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે અને જાહેરાતનું શીર્ષક ‘મોદીઝ મેગ્નિટસ્કી 11’ આપવામાં આવ્યું છે.સીતારમણ ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકની વાર્ષિક બેઠકમાં ભાગ લેવા માટે 11 ઓક્ટોબરે વોશિંગ્ટન પહોંચ્યાં હતાં અને 16 ઓક્ટોબર સુધી અમેરિકામાં રહેશે. આ જાહેરાત યુએસ સ્થિત બિન-સરકારી સંસ્થા ફ્રન્ટિયર્સ ઑફ ફ્રીડમ દ્વારા બહાર પાડવામાં આવી છે.
ભારત રોકાણકારો માટે અસુરક્ષિત બન્યું છે
ફ્રન્ટીયર્સ ઓફ ફ્રીડમની વેબસાઇટ અનુસાર, તે એક શૈક્ષણિક સંસ્થા છે જે ‘વ્યક્તિગત સ્વતંત્રતા, સત્તા દ્વારા શાંતિ, મર્યાદિત સરકાર, મુક્ત સાહસ, મુક્ત બજારો અને પરંપરાગત અમેરિકન મૂલ્યો’ ના સિદ્ધાંતોને પ્રોત્સાહન આપે છે.જાહેરાતમાં 11 લોકોનાં નામ છે, જેના પછી લખવામાં આવ્યું છે કે, ”મોદી સરકારના આ અધિકારીઓએ રાજકીય અને વ્યાપારી હરીફો સાથે વેર લેવા માટે રાજ્ય સંસ્થાઓનો હથિયાર તરીકે ઉપયોગ કરીને કાયદાના શાસનનો અંત લાવ્યો છે, તેનાથી ભારત રોકાણકારો માટે અસુરક્ષિત બન્યું છે.