SURAT

લીંબાયતમાં 30 દુકાનોના બાંધકામમાં આ પ્લાન ન હોવાથી મનપાએ માર્યા સીલ

સુરત શહેરના લીંબાયત (Limbayat) વિસ્તારમાં સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન (SMC) દ્વારા ગેરકાયદે દુકાનો (Shops) સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાએ દુકાનોને સીલ (Seal) મારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગેરકાયદે દુકાનોનું બાંધકામ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.આથી પહેલા સેન્ટ્રલ ઝોનમાં પણ ગેર કાયદેસર દુકાનો સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.દુકાનોના બાંધકામમાં પ્લાન બી ન હોવાથી તેને સીલ મારી દેવામાં આવી હોવાની વિગતો પણ મનપાના સૂત્રો એ આપી હતી.
  • આંબેડકર નગરમાં મનપા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ
  • મનપા દ્વારા ગેરકાયદેસર દુકાનોને સીલ મારવામાં આવ્યા
  • દુકાનોના બાંધકામમાં પ્લાન B ન હોવાથી મનપાની કાર્યવાહી

વિવિધ ઝોનોમાં દુકાનો સીલ મારવાની કાર્યવાહીથી ફફડાટ
સુરત શહેરના લીંબાયત વિસ્તારમાં આવેલ આંબેડકર નગરમાં મનપા દ્વારા દુકાનોને સીલ મારી દેવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી.આ અંગે મનપાના સાથનિક ઝોનના સૂત્રો પાસેથી પ્રાપ્ત જાણકારી પ્રમાણે મનપા દ્વારા આ ગેરકાયદેસર દુકાનોને સીલ મારવામાં આવ્યા હતા કારણકે દુકાનોના બાંધકામમાં પ્લાન B ન હોવાથી મનપાની કાર્યવાહી કરી હતી.સુરતના વિવિધ ઝોનોમાં હાલ મનપાએ સીલ મારવાની ઝુંબેશ હાથ ધરી છે.છેલ્લા એક પખવાડિયા દરમયાન બીજી વખત કાર્યવાહી કરવામાં આવતા ગેરકાયદેસર દુકાન ધારકોમાં સતત ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

બાંધકામમાં પ્લાન B પણ મુકવામાં આવ્યો નથી
વધુમાં સુરત શહેરના લીંબાયત વિસ્તારના આંબેડકર નગરમાં મહાનગરપાલિકા દ્વારા 30 જેટલી દુકાનોને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. મનપાએ જણાવ્યું હતું કે સીલ મારવામાં આવેલી દુકાનોનું બાંધકામ ગેરકાયદે છે. અને તેના બાંધકામમાં પ્લાન B પણ મુકવામાં આવ્યો નથી. આ કારણોસર મનપા દ્વારા દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા અગાઉ સેન્ટ્રલ ઝોનમાં પણ ગેરકાયદે બાંધકામ કરાયેલી દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી.

Most Popular

To Top