વડોદરા : શહેરના વાઘોડિયા ડભોઇ રિંગ રોડ પર શ્રી કોમ્પ્લેક્સ સાઇટ પર ફ્લેટ ખરીદવાના બહાને ફ્લેટની ચાવી લઇ ગયા બાદ રકમ અથવા ચાવી પરત ન આપી તે ફ્લેટ ઉપર ગેરકાયદે કબજો કરી લીધો હતો. અન્ય યુવતીઓ્ને ફ્લેટમાં લાવી અસમાજિક પ્રવૃત કરવાના કિસ્સામાં કલેક્ટર સમક્ષ બિલ્ડરની ફરિયાદના આધારે પાણી ગેટ પોલીસ મથકે ફરિયાદ પોલીસે આરોપી વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ઇશ્વરભાઇ લક્ષ્મીલાલ શર્મા ભૂતડીઝાપા ખાતેના બકોર પટેલ ચેમ્બર્સમાં વાહનોના સ્પેર પાર્ટસની દુકાન ધરાવે છે.
તેમણે નોંધાવેલી ફરિયાદ મુજબ હુ શિવ ડેવલોપર્સ નામથી ધંધો કરતો હતો. આ સમય દરમિયાન વાઘોડિયા ડભોઇ રિંગ રોડ ખાતેશ્રી કોમ્પલેક્સ નામની સાઇટ ઉભી કરી હતી. વર્ષ 2017 દરમિયાન ઠાકોર કાલીદાસ પટેલ રહે, ફેલ્ટ નંબર 301 શ્રી કોમ્પલેક્સ ખોડિયાર નગર વાઘોડિયા ડભોઇ રિંગ રોડ )અમારી પાસે આી શ્રી કોમ્પલેકસના 301 નંબરનો ફ્લેટ ખરીદવાનું જણાવ્યું હતું અને તેના ટોક પેટે રૂપિયા રકમ પણ આપી ચાવી લઇ ગયા હતા. ત્યાર બાદ ચાવીની માગણી કરતા અલગ અલગ બહાના કાઢતા હતા.
સ્થળ પર જઇ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ઠાકોર પટેલ ગેરકાયેદ માલસામાન ફ્લેટમાં ગોઠવી દઇ પત્નીને ઘરમાંથી કાઢીમૂકી હતી અ્ને અ્ન્ય યુવતીઓને ફ્લેટમાં લાવી અસામાજિક પ્રવૃતિ કરે છેજેથી હુએ ઠાકોર પટેલને ફ્લેટ ખાલી કરવાનું જમઆવતા ઠાકોર પટેલ પ્રોમિસરી નોટ લખીને ટોકન પેટે 1.25 લાખ ચૂકવવાની અ્ને નાણા ન ચૂકવે તો ચાવી પરત આપવાની ખાતરી આપી હતી.ત્યારબાદ આજદિન સુધી અલગ અલગ કારણો દર્શાવી આવી અથવા રકમ ચૂકવી નથી. જે અંગે અગાઉ વડોદરા જિલ્લા કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગ અરજી આપી હતી. અ્ને અધિકારીઓની તપાસ બાદ આરોપી વિરૂદ્ધ ગુનો નોંધવા હુકમ થયો હતો.