દાહોદ: દાહોદ જિ્લાનાં ફતેપુરા તાલુકામાં ખુલ્લેઆમ અખાદ્ય ગોળનો કાળો કારોબાર ચાલે છે. ગાંધીના ગુજરાતમા દારૂ બંધી ફક્ત કાગળ પર જ ચાલતી હોય તેમ ફતેપુરા તાલુકાના સુખસર પંથક મા જાણે કે કાયદાનો કોઈ પણ પ્રકારનો ડર ન હોય તેમ ખુલ્લે આમ અખાદ્ય ગોળ જે દારૂ બનાવ મા ઉપયોગ મા લેવાતો હોય છે જેનું નુ ખુલ્લે આમ તંત્રની રહેમ નજર હેઠળ કાળો કારોબાર ચાલે છે. લેભાગુ વેપારીઓ ખાદ્ય ચીજ વસ્તુઓમાં પણ બ્રાન્ડેડ કંપનીના નામે નકલ કરતા અચકાતા નથી. અહીં વસવાટ કરતા આદિવાસી અને ભોળી પ્રજા ને લૂંટવા મા વેપારીઓ કોઈ પણ પ્રકાર ની કસર છોડતાં નથી.
ત્યારે ફતેપુરા ના સુખસર પંથક મા ખુલ્લે આમ ધામધોકાર ચાલતો અખાદ્ય (રસક્ટ ) ગોળ નો કાળો કારોબાર છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકાર ની એક્સન લેતું નથી ત્યારે તંત્ર પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે. ફતેપુરા તાલુકા દારૂ બનાવનાર આ ગોળ ની ખરીદી કરવા મા રોજેરોજ હાજરો કિલો અખાદ્ય ગોળનુ વેચાણ થતું હોય છે જેને લઈ લાખો રૂપિયાનુ બિનકાયદેસરના વેપારમા ટર્નઓવર થતું હોય છે તંત્રની નજર સમક્ષ આ કાળો કારોબાર ચાલતો હોવાનુ તાલુકાના રહેવાશીઓનુ માનવું છે ત્યારે આ કાળો કારોબાર કરનાર સામે ક્યારે કાર્યવાહી કરવા મા આવશે તે તો સમય જ બતાવશે.
તંત્ર દ્વારા પ્રોહીબીશન ઝુંબેશ ના ભાગ રૂપે અવરનવાર નાટકો કરવા મા આવતા હોય છે અને જેમાં પણ પાછળ થી ફક્ત તોડ જ કાઢવા મા આવતો હોવા ની ચર્ચા ઓ થઈ રહી છે જેના લીધે આવા કાળા કરોબાર ને વધુ વેગ મળતો હોય છે અને આવા કાળા કારોબાર ચલાવનારા ઓ મા નવો જોશ આવે છે અને તેઓ ને પ્રોત્સાહન મળે છે અને હકીકત મા જોવા જઇએ તો દારૂ બંધી ના બહાને બુટલેગરો ને વધુ ખંખેરવા મા આવતા હોય છે. તેઓ તંત્ર માટે કમાઉ દીકરા સમાન છે. તંત્ર ને દારૂ ના અડ્ડા બંધ કરાવવા મા રસ નથી જો તંત્ર સાચા અર્થ મા દારૂ બંધ કરાવવા માંગતી હોય તો તેની જડ સમાન ખુલ્લે આમ વેંચતા અખાદ્ય ગોળ ને બંધ કેમ નથી કરાવતી ? તે પણ એક મોટા મા મોટો સવાલ છે. ખરેખર જોવા જઇએ તો અખાદ્ય ગોળ આરોગ્ય માટે જોખમ રૂપ છે. ત્યારે અખાદ્ય ગોળ ઉપર પ્રતિબંધ મુકવા માં આવે તો દારૂબંધી નુ આપમેળે અમલ થાય તેમ છે. ત્યારે જિલ્લા પોલીસ વાડા આ પ્રત્યે ધ્યાન દોરી ઘટતું કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.