SURAT

ડી-માર્ટમાં બે યુવકો ખરીદી માટે આવ્યા: બંનેએ કર્મચારીની નજર ચૂકવીને શું કરી ગયા ચોરી ?

સુરત : સુરતના સરથાણા યોગીચોક (Yogi Chowk) સ્થિત ડી-માર્ટમાં ( D Mart) ખરીદીના બહાને આવી કર્મચારીની નજર ચૂકવી રૂ.2120ની મત્તાના ઘીના પાંચ પેકેટની ચોરી કરનાર બે યુવાનને સ્ટોરના સંચાલકોએ ઝડપી પોલીસને (Police) હવાલે કર્યા હતા. સુરતના સરથાણા યોગીચોક સાવલીયા સર્કલ ખાતે આવેલા ડી-માર્ટમાં ગત સાંજે બે યુવાન ખરીદી માટે આવ્યા હતા. જોકે, બંનેએ કર્મચારીની નજર ચૂકવી રૂ. 2120ની મત્તાના ઘીના પાંચ પેકેટની ચોરી કરી હતી. તેઓ બહાર નીકળે તે પહેલા સ્ટોરના સંચાલકોને જાણ થતાં તેમણે બંનેને ઝડપી પોલીસને હવાલે કર્યા હતા.પોલીસ તપાસમાં તેમની ઓળખ શૈલેષભાઇ ગોકળભાઇ વડારિયા અને ભાર્ગવ અશ્વિનભાઈ વેશ્રાણી તરીકે થઈ હતી. બનાવ અંગે સરથાણા પોલીસે સ્ટોર મેનેજર રાહુલ કુમારની ફરિયાદના આધારે બંને વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

બાઈક અને ત્રણ મોબાઈલ ચોરી કરનાર ખેડુત અને શાકભાજી વિક્રેતા ઝડપાયો
સુરત: ટેક્ષટાઈલ માર્કેટ અને ગોડાદરામાં મોબાઈલ ચોરી કરનાર અને બાઈક તથા મોપેડ ચોરી કરનાર રીઢા આરોપીને ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. આરોપી પોતે ખેતી કરતો હોવાનું તથા શાકભાજી વેચતો હોવાનું જાણવા મળ્યું છે. તેની ધરપકડ કરતા 3 ગુનાના ભેદ ઉકેલાયા હતા.ક્રાઈમ બ્રાંચની ટીમને ગોડાદરા, દેલાડવા ગામ ખેતર પાસે બાઈક અને મોબાઈલ ચોરીનો આરોપી હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે રોડ પરથી ભરત ભગતભાઇ ઉર્ફે બાબુભાઇ રાઠોડ (દેવીપુજક) ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી ચોરીના ત્રણ મોબાઈલ ફોન અને બાઈક તથા મોપેડ મળી 52 હજારનો મુદ્દામાલ કબજે લેવાયો હતો. આરોપીની પુછપરછ કરતા એક મોબાઇલ ફોન સલાબતપુરા, સર્વોદય ટેક્ષટાઇલ માર્કેટમાંથી અને બાકી બંને મોબાઇલ ફોન ગોડાદરા પ્રિયંકા સોસાયટી મિડાસ સ્ક્વેર પાસેથી ઘરમાંથી ચોરી કર્યા હતા. જ્યારે બાઈક અને મોપેડ ગોડાદરા ખાતેથી ચોરી કરી હતી. આ સાથે જ ગોડદરાના 3 ગુના ઉકેલાયા હતા.

કબાટમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 2.45 લાખની મત્તા ચોરી થઇ હતી.
અમરોલી કોસાડ રોડ પર મકાનમાંથી ચાવી ગુમ થયા બાદ 2.45 લાખની ચોરી થઈ હતી. આ ઘટનામાં અમરોલી પોલીસે પડોશી મહિલાને ઝડપી પાડી છે.અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી-ન્યુ કોસાડ રોડ સ્થિત આર્શીવાદ હાઇટ્સમાં રહેતા 27 વર્ષીય દેવારામ સાવકારામ દેવાશી મેડીકલ સ્ટોરમાં નોકરી કરે છે. તેમને એ ત્રણ મહિના અગાઉ હોમ લોન લીધી હતી. આ લોન ભરપાઇ કરવા બનેવી પાસેથી ઉછીના 1.50 લાખ રૂપિયા લઇ પોતાના કબાટમાં મુકયા હતા. દરમિયાનમાં દેવારામના ઘરની ચાવી ભેદી સંજોગોમાં ગુમ થયા બાદ તેમના ઘરના કબાટમાંથી રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ રૂ. 2.45 લાખની મત્તા ચોરી થઇ હતી.

Most Popular

To Top