Sports

T20 World Cup : વોર્મ અપ મેચમાં જ ભારતનો ધબડકો, સ્ટાર ખેલાડીઓ ફેઈલ થતા હાર્યા

મેલબોર્ન: ટીમ ઇન્ડિયાએ (Team India) ઓસ્ટ્રેલિયામાં (Australia) તેના મિશન T20 વર્લ્ડ કપની (T20 World Cup 2022) શાનદાર શરૂઆત કરી. તેઓએ પ્રથમ બિનસત્તાવાર વોર્મ-અપ મેચમાં (Warm Up Match) પશ્ચિમ ઓસ્ટ્રેલિયાને (West Australia) 13 રનથી હરાવ્યું હતું પરંતુ આજે એ જ ટીમ સામે રમાયેલી બીજી બિનસત્તાવાર વોર્મ-અપ મેચમાં ટીમ ઈન્ડિયાને 36 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બોલિંગ કરી હતી. વિરાટ કોહલીને (Virat Kohli) આ સતત બીજી વોર્મ-અપ મેચમાં જગ્યા મળી નથી. જ્યારે કેએલ રાહુલ (KL Rahul) જે પ્રથમ મેચમાંથી બહાર થઈ ગયો હતો તેણે આ મેચમાં સુકાની તરીકેની જવાબદારી સંભાળી હતી. જો કે રોહિત શર્મા (Rohit Sharma) એક ખેલાડી તરીકે રમ્યો હતો, પરંતુ તેની બેટિંગ ન આવી.

મેચમાં ભારતીય ટીમને 169 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં ભારતીય ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમે પાવરપ્લેમાં એક વિકેટ ગુમાવીને માત્ર 29 રન બનાવ્યા હતા. રિષભ પંત (Rishabh Pant) ફરી એકવાર ઓપનિંગમાં નિષ્ફળ રહ્યો હતો. તેણે માત્ર 11 બોલમાં 9 રન બનાવ્યા હતા. દીપક હુડા (Deepak Huda) (6), હાર્દિક પંડ્યા (Hardik Pandya) (17), દિનેશ કાર્તિક (Dinesh Kartik) (10) કોઈ ગયા નહીં. કેએલ રાહુલે 55 બોલમાં 74 રનની ઇનિંગ રમી હતી, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહોતો.

અશ્વિન-હર્ષલની શાનદાર બોલિંગ ભારતીય સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિને મેચમાં ઝડપી શરૂઆત કરનાર વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયન ટીમને રોકી રાખી હતી. તેણે એક ઓવરમાં ત્રણ ખેલાડીઓને પોતાનો શિકાર બનાવ્યા. આ સિવાય હર્ષલ પટેલે 2 અને અર્શદીપ સિંહે 1 વિકેટ ઝડપી હતી.

હવે ભારતે પણ બે સત્તાવાર વોર્મ-અપ મેચ રમવાની છે
આ પછી ભારતીય ટીમે બે સત્તાવાર વોર્મ-અપ મેચ પણ રમવાની છે. આ મેચો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે અનુક્રમે 17 અને 19 ઓક્ટોબરે રમાવાની છે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપમાં પોતાની પ્રથમ મેચ 23 ઓક્ટોબરે રમશે. દિવાળીના એક દિવસ પહેલા આ મેચ પાકિસ્તાન સામે રમાશે, જે મેલબોર્નમાં રમાશે.

વોર્મ-અપ મેચમાં ભારતની પ્લેઈંગ-11 : રોહિત શર્મા, કેએલ રાહુલ (કેપ્ટન), દીપક હુડા, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર અને અર્શદીપ સિંહ.

Most Popular

To Top