વડોદરા : વડોદરા મહાનગરપાલિકામાં સમાવિષ્ટ અને માંજલપુર વિધાનસભામાં આવતા વિસ્તારમાં રોડનું કામ તેમજ રોડ કાર્પેટ સીલીકોટ કરવાના કામોનું ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા ને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.જોકે આ કાર્યક્રમ મંગળવારે એકાએક મોકૂફ રાખી અને બુધવારે રાખવાનું આયોજન કરવામાં આવતા અનેક તર્ક વીતર્ક સર્જાયા હતા.
વડોદરા શહેરના માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી યોગેશભાઈ પટેલ દ્વારા મંગળવારે વિકાસકામોના ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં મહાદેવ મંદિર કપુરાઈ ગામ ખાતે સવારે 10:00 કલાકે તેમજ કપૂરાઈ ગામથી રેલવેને જોડતા નવા રોડનું કામ 10:30 કલાકે નમન હાઇટ્સ પાસે અને રિદ્ધિ સિદ્ધિ સોસાયટી શ્યામલ રેસીડેન્સી થી ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર સુધીનો કાર્પેટ સીલીકોટ કરવાના કામનું શ્યામલ રેસિડેન્સી પાસે ખાતમુહૂર્ત કરવામાં આવનાર હતું.
જેમાં જે જગ્યા પર આ ખાતમુહૂર્ત કરવામાં આવનાર હોય તે વિસ્તાર મહાનગરપાલિકાના ચૂંટણી વોર્ડ નંબર 16 માં સમાવિષ્ટ હોય જેના મ્યુનિસિપલ કાઉન્સિલર પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ હોય જેથી તેમને અને સાથી કાઉન્સિલરો સહિતનાઓને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ આપવામાં આવ્યું હતું.પરંતુ એકાએક આ કાર્યક્રમને રદ કરી બુધવારે કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો.સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ખાતમુહૂર્ત કરવા માટેના કાર્યક્રમને લઈને તમામ તૈયારીઓ કરવામાં આવી હતી.પરંતુ આ કાર્યક્રમમાં પાલિકાના પૂર્વ વિપક્ષી નેતા અને વોર્ડ નંબર 16 ના મ્યુનિસિપલ કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવ હાજર ન રહેતા કાર્યક્રમમાં આવેલ મહાનુભાવોમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ હતી.
મંગળવારનો કાર્યક્રમ રદ્દ કરી આજે રખાયો છે
ખાતમુહૂર્તનો કાર્યક્રમ રાખ્યો હતો.પરંતુ એ આજે નહીં કાલે રાખ્યો છે.ભથ્થુભાઈ અને બીજા બે કોર્પોરેટર આવ્યા ન હતા તે માટે આ કાર્યક્રમ આવતીકાલે રાખ્યો છે. – યોગેશ પટેલ, ધારાસભ્ય,માંજલપુર
હું જનરલ આમ જતો જ નથી.કારણ કે બજેટમાં કામ મૂકેલું હોય રીસર્ફેંગનું. રોડ તો છે જ તેની પર કાર્પેટ કરવાનું છે.એટલે નવો તો તમે કરતા જ નથી. એવો કોઈ મોટો પ્રોજેક્ટ હોય તો કોર્પોરેશન જાતે જ ઉદ્ઘાટન કરે છે. જેમાં મેયર આવે મ્યુનિસિપલ કમિશનર આવે બધા જ આવે અને વોર્ડના લોકો આવે તમામ કાઉન્સિલરો આવે આ તો નવી સિસ્ટમ આવી ગઈ છે.જેને મન ફાવે તેમ ઉદ્ઘાટનો કર્યા કરે છે.બજેટમાં કામ જોઈ લે એટલે કામ શરૂ થાય,માટે ઉદ્ઘાટન કરવા પહોંચી જાય છે.લોકોના પૈસા છે.સીધું કામ કરો આ વાત છે. નારાજગી નથી પણ આ રીતે ઉદ્ઘાટન ન થાય.ઉદ્ઘાટન કોર્પોરેશન નક્કી કરે લોકો માટે નવું કંઈ નજરાણું હોય નવો પ્રોજેક્ટ હોય ત્યારે ઉદઘાટન થાય.આ તો સામાન્ય કામ છે.બજેટમાં કામ હોય તેમ છતાં યોગેશભાઈએ એમ કીધું કે ભથ્થુભાઈને કીધું છે.એટલે પેલા લોકોએ કીધું કે નથી કહ્યું,એટલે કાર્યક્રમ પોસ્ટપોન્ડ રાખો.હું કાલે ભથ્થુ ભાઈને કહીશ અને પછી આપણે કરીશું યોગેશભાઈમાં એવું છે કે કોઈ દિવસ પક્ષા પક્ષીનું રાજકારણ રમતા નથી. એમની શિવજીની સવારી હોય છે તો તેમાં પણ તે બધાને બોલાવે છે એટલે એ વ્યક્તિ જ જુદા છે.