નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાનું (Team India) મિશન T20 વર્લ્ડ કપ (Mission T20 World Cup) ઓસ્ટ્રેલિયામાં (Australia) શરૂ થઈ ગયું છે. સોમવારે ભારતીય ટીમ તેની પ્રથમ બિનસત્તાવાર વોર્મ-અપ મેચ (Warm Up Match) રમવા માટે ઉતરી હતી. ટીમ ઈન્ડિયાએ પર્થમાં (Perth) વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા (Western Australia) સાથે સ્પર્ધા કરી હતી. ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ પહેલા બે બિનસત્તાવાર અને બે સત્તાવાર વોર્મ-અપ મેચ રમશે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 158 રન બનાવ્યા હતા.
આ વોર્મ અપ મેચમાં ટીમ ઈન્ડિયાની શરૂઆત ખરાબ રહી હતી. કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) અહીં રિષભ પંત (Rishabh Pant) સાથે ઓપનિંગ કરવા આવ્યો હતો. પરંતુ બંને ખેલાડીઓ સસ્તામાં પેવેલિયન પરત ફર્યા હતા. વોર્મ-અપ મેચમાં રોહિત શર્મા માત્ર 3 રન બનાવી શક્યો હતો, જ્યારે રિષભ પંત 9 અને દીપક હુડ્ડા (Deepak Hudda) 22 રન બનાવીને આઉટ થયા હતા.
આ પછી હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને સૂર્યકુમાર યાદવે (Suryakumar Yadav) ટીમના સ્કોરને થોડો આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ 100ના સ્કોર પહેલા ટીમ ઈન્ડિયાએ પોતાની ચાર વિકેટ ગુમાવી દીધી હતી. હાર્દિક પંડ્યાએ અહીં 27 રન બનાવ્યા હતા. શાનદાર ફોર્મમાં રહેલા સૂર્યકુમાર યાદવે અહીં ફરી કમાલ કર્યો હતો અને 52 રનની ઇનિંગ રમી હતી.
આ ઇનિંગમાં સૂર્યકુમાર યાદવે માત્ર 35 બોલમાં 52 રન બનાવ્યા જેમાં 3 ફોર અને 3 સિક્સ સામેલ હતી. આ શાનદાર ઇનિંગ્સના આધારે ટીમ ઇન્ડિયા સન્માનજનક સ્કોર સુધી પહોંચવામાં સફળ રહી હતી. સૂર્યકુમાર યાદવનું આ ફોર્મ T20 વર્લ્ડ કપમાં સૌથી મોટો ગેમ ચેન્જર બની શકે છે.
વોર્મ-અપ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન : રોહિત શર્મા, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, હાર્દિક પંડ્યા, દિનેશ કાર્તિક, અક્ષર પટેલ, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા- ડી. શોર્ટ , નિક હોબ્સન , એરોન હાર્ડી , કેમેરોન બેન્ક્રોફ્ટ , એશ્ટન ટર્નર , સેમ ફેનિંગ , હેમિશ મેકેન્ઝી , જે. રિચાર્ડસન, એન્ડ્રુ ટાય, મેથ્યુ ઈલી, જેસન બેહરેનડોર્ફ
T20 વર્લ્ડ કપ પહેલા ભારતની વોર્મ-અપ મેચો
ભારત વિ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા – 10 ઑક્ટોબર ભારત વિ વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયા – 12 ઑક્ટોબર ભારત વિરુદ્ધ ઑસ્ટ્રેલિયા – 17 ઑક્ટોબર ભારત વિરુદ્ધ ન્યૂઝીલેન્ડ – 19 ઑક્ટોબર