વડોદરા: ગુજરાતમાં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે સૌથી મોટી પાર્ટી ગણાતી એવી ભાજપ અને કોગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટી પણ પોતાનું વર્ચસ્વ જમાવવા માટે ગુજરાતમાં કમર કસી રહી છે. શનિવારે તિરંગા યાત્રા સંદર્ભે દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમીના મુખ્ય સંયોજક અરવિંદ કેજ્રીવાર અને પંજાબના મુખ્ય મંત્રી ભગવતમાન પણ હતા. તેમના આગમન પૂર્વે જ વડોદરામાં આમ આદમી પાર્ટીના કાર્યકર અને ભાજપના કાર્યકર વચ્ચે બેનર યુદ્ધ થયું હતું ત્યારે પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પડ્યો હતો.
ગુજરાત સહિત વડોદરામાં આમ આદમી પાર્ટીના નેતા વિરૂદ્ધ રોષ ઠાલવ્યો હતો. હિંદુ સઠન દ્વારા વડોદરા શહેરમાં ઠેર ઠેર હિંદુ દેવી અરવિદ કેજરીવાલના નામના બેનરો લગાડયા હતા જેને પગલે આમ આદમી પાર્ટી અને ભાજપના કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા ત્યાર બાદ પોલીસે મધ્યસ્થી કરીને મામલો થાળે પડ્યો હતોં. વડોદરા શહેરમાં પણ ભાજપનું શાશન છે. ત્યારે ભાજપના કાર્યકર અને યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સહિતના કાર્યકરો આમ આદમી પાર્ટીના તિરંગા યાત્રા નો વિરોધ કરતા હોય ત્યારે પોલીસ દ્વારા તેની પણ અટક કરીને માર મારવામાં આવતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો.
લોક મુખે ચર્ચાય છે કે ભાજપનું શાશન હોવા છતાં પણ ભાજપના યુવા મોરચાના પ્રમુખને માર ખાવાનો વારો આવ્યો હતો. વધુમાં તો ભાજપ મહિલા કાર્યકર સાથે પણ ઝપાઝપી કરાઇ હતી ત્યારબાદ તેઓને છેાડી મૂકવામાં આવ્યા હતા. શહેરમાં આપ પાર્ટીના આંગળીના વેઢે ગણાય એટલા જ કાર્યકતાઓ છે. જોકે ત્યા આ પાર્ટીના ખેસ પહેરીને કાયકર્તાઓ ફરતા હતા તે વડોદરાના નહીં પરંતુ બહાર હોઇ તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિતને પોલીસ દ્વારા ઝપાઝપી કરી માર મારવામાં આવ્યો હતો
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વડોદરામાં રોડ શો કરવા માટે પહોંચ્યા હતા. 3 વાગ્યાનો રોડ શોનો સમય હતો. પરંતુ કેજરીવાલ છેક 6 વાગ્યે વડોદરા પહોંચ્યા હતા. આ પહેલા રોડ શોના સ્થળે બેનર્સના મુદ્દે ભાજપ અને AAPના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી. જોકે, પોલીસે મામલો થાળે પાડ્યો હતો. ત્યારે તિરંગા યાત્રાના વિરોધ કરવામાં માટે ભાજપના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સહિતના કાર્યકરો વિરોધ કરતા હતા તે સમયે પાર્થ પુરોહિતની પોલીસ સાથે ઝપાઝપી થવા પામી હતી ત્યાર બાદ વધુમાં તો તેને માર પણ મારવામાં આવ્યો હતો તેવો વિડીયો વાયરલ થવા પામ્યો હતો.
અમારા કોઈ કાર્યકર્તા દ્વારા વિરોધ કરાયો નથી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 27 વર્ષ શાસન સંભાળવા પૂર્ણ કર્યા હતા તે સદર્ભે અમે વડોદરા શહેરમાં બેનરો લગાવ્યા હતા તેને કોઈ નુકશાન ન પહોચાડે તે માટે ભાજપના કાર્યકરો ત્યાં તેને સંભાળવા માટે ત્યાં ઉપસ્થિત હતા. અને અમારા કોઈ કાર્યકર દ્વારા વિરોધ પ્રદર્શન કર્યું નહતો. પોલીસે જે કાર્યકરોની અટક કરી હતી તે સાચી માહિતી પોલીસને મળતા તેમને પણ છોડી દેવામાં આવ્યા હતા.
ડો. વિજય શાહ, ભાજપા પ્રમુખ વડોદરા શહેર,
વડોદરાના વિરોધનો પડઘો િદલ્હીમાં પડ્યો આપના મંત્રીનું રાજીનામુ લેવાયું
ગતરોજ જે પ્રમાણે અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન વડોદરાની મુલાકાતે આવ્યા હતા. પરંતુ આપના કાર્યક્રમ માં ભાજપના કાર્યકર્તાઓ અને હિન્દૂ સંગઠન દ્વારા સખત વિરોધ કરવામાં આવ્યો હતો. દિલ્હીના કેબિનેટ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમેં હિન્દૂ દેવીદેવતાઓ વિરૂદ્ધ શપથની ઘટના બાદ રાજકારણમાં ધર્મનો મુદ્દે ગરમાવો જોવા મળ્યો હતો. ત્યારે રવિવારે આપના મંત્રી રાજેન્દ્ર પાલનું રાજીનામું લેવામાં આવ્યું છે. જેના લઇને ભાજપ ના કાર્યકર્તાઓ અને હિન્દુ સંગઠનો માં ખુશી જોવા મળી હતી. જોકે કહી શકાય કે જે પ્રમાણે ગત રોજ કેજરીવાલની સભામાં સખત વિરોધ કરવામાં આવ્યો હતો તેનો પડઘો દિલ્હીમાં પડ્યો હતો.