સુરતઃ (Surat) મોટા વરાછામાં ડાયમંડ વેપારીને (Diamond Trader) ભેટેલા ગઠીયાએ ૪.૯૨ લાખના ડાયમંડના ૧૩ કાર્ટુન મંગાવ્યા હતા. ૧૧ કાર્ટુન પહેલા એક જગ્યા પર ઉતાર્યા હતા. બીજા બે કાર્ટુન માનસરોવર પાસે ઉતારવાનું કહીને બાઈક (Bike) પર એક માણસ સાથે જતો હતો. દરમિયાન ગઠિયો ટ્રાફિકમાં ગાયબ થઈ ગયો હતો. બાદમાં વેપારીએ પહેલા ૧૧ કાર્ટુન ઉતારેલા ત્યા જઈ જોતા દુકાન (Shop) બંધ હતી. જેથી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું ભાન થતાં વેપારીએ ૪.૯૨ લાખની છેતરપિંડી થયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી.
- મોટા વરાછામાં હિરાના વેપારીને ઠગે 4.92 લાખના હિરાના 13 કાર્ટ્રુનનો ઓર્ડર આપી છેતરપિંડી
- 11 કાર્ટુન પહેલા ઉતારી બીજા 2 માનસરોવર પાર્ટી પ્લોટ પાસે ઉતારવાના કહીને લઈ ગયો
- ટ્રાફિકમાં બાઈક ચાલક રફુચક્કર થયો, પરત આવીને જોયું તો જ્યા 11 કાર્ટુન ઉતાર્યા તે દુકાનને પણ તાળુ હતુ
મોટાવરાછા અબ્રામા રોડ પર અમૃત રેસીડેન્સીમાં રહેતા ૩૯ વર્ષીય પંકજભાઇ ચતુરભાઇ ખુંટ સીતાનગર બુટભવાની બસ સ્ટોપની સામે શિવ કોમ્પલેક્ષમાં શનીદેવ એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવી હોટ ફીક્સ ડાયમંડનો વેપાર કરે છે. ગત ૨૮ સપ્ટેમ્બરે સાંજે પંકજભાઈને તેમના માસીયાઈ ભાઈ મોહીતનો ફોન આવ્યો હતો. અને વિશાલભાઇ નામનો વ્યક્તિ મળવા આવ્યો હોવાનું અને તેને ડાયમંડ લેવાના હોવાનું કહ્યું હતું. વિશાલે ફોન પર ડાયમંડ લેવાની વાત કરી હતી. ત્યારબાદ બે દિવસ સતત વિશાલે ફોન કરીને ડાયમંડના ભાવ તાલ બાબતે વાતચીત કરી હતી. ૧ ઓક્ટોબરે સવારે ફોન કરીને ડાયમંડનો ઓર્ડર લખાવ્યો હતો. અને તેમનુ કંપનીનુ કાર્ડ વોટસએપ કર્યું હતું. અને તમે સાથે માણસ મોકલી આપજો. તેની સાથે જ પૈસા આપી દઇશ. તેમ વાત કરી અને ડાયમંડના ૪.૯૨ લાખની કિમતના ૧૩ કાર્ટુનનો ઓર્ડર લખાવ્યો હતો.
જેથી ડાયમંડનો માલ ભરી મોહીતને માલ સાથે રજવાડી પાર્ટી પ્લોટ સામે, દુકાન નં ૦૨ ખાતે આપવાની વાત કરી વિશાલભાઇના જણાવેલા સરનામે માલ મોકલી આપ્યો હતો. બીજી તરફ બપોરે પંકજના માસીયાઈ ભાઈ મોહીતે ફોન કરીને આપણી સાથે ફ્રોડ થઇ ગયું તેમ કહ્યું હતું. આ સમયે પંકજભાઈ અમરોલી રજવાડી પાર્ટી પ્લોટ પાસે માલ ઉતારવા માટે ગયા હતા. વિશાલભાઇને ફોન કરતા ફોન તેમના પાર્ટનરે લીધો હતો. અને અહીં ૧૧ કાર્ટુન ડાયમંડના ઉતારવાના છે. અને બે કાર્ટૂન માનસરોવર વિશાલભાઇ બેસે છે ત્યા ઉતારવા કહી પૈસા પણ ત્યા ઓફીસેથી જ લેવાનું કહ્યું હતું.
૧૧ કાર્ટુન રજવાડી પાર્ટી પ્લોટ પાસે ઉતારી બીજા બે કાર્ટૂન માનસરોવર સર્કલ પાસે આવેલી ઓફીસે ઉતારવા રવાના થયા તે સમયે વિશાલભાઇના પાર્ટનર તેમની મોટરસાઇકલ ચલાવી મારી આગળ આગળ ચાલતા હતા. સતાધાર ચોકડી પાસે ટ્રાફીક હોવાથી આ વિશાલભાઇના પાર્ટનર રોંગ સાઇડમા સ્પીડથી ગાડી ચલાવી ગાયબ થઈ ગયા હતા. માનસરોવર પહોંચી વિશાલભાઇને ફોન કરતા ફોન સ્વીચ ઓફ આવતો હતો. આજુબાજુમા જોતા વિશાલભાઇ કે તેમનો પાર્ટનર ગાયબ હતા. જ્યાં ૧૧ કાર્ટુન ડાયમંડ ભરેલા ઉતારેલા ત્યા આવતા તે દુકાન પણ બંધ હતી. વિશાલને ફોન કરતા ફોન સ્વીચ ઓફ હતો. આજુબાજુમા પુછપરછ કરતા અમે માલ ઉતારી ગયા ત્યારબાદ તરત જ કોઇ એક છકડામા માલ ભરી જતા રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગેની ફરિયાદ પોલીસમાં કરવામાં આવી છે.