Vadodara

દક્ષ પટેલ હત્યા કેસ : પાર્થ કોઠારીના 3 દિવસના રિમાન્ડ

વડોદરા: માંજલપુરના 19 વર્ષીય દક્ષ પટેલને તેના મિત્ર પાર્થે તિક્ષ્ણ હથિયારના પેટ તથા છાતીમાં ઉપરા છાપરી ઘા ઝિંકીને મોતના ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. જેના તપાસ પોલીસ આરોપીને ઝડપી પાડી ઘટનાનું રિકન્સ્ટ્રકશન કર્યા બાદ શુક્રવારે કોર્ટમાં રિમાન્ડ રજૂ કરતા કોર્ટ દ્વારા તા.10 ઓક્ટોબર સુધી ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
માંજલપુર વિસ્તારમાં રહેતા ફેક્ટરી માલિકનો પુત્ર દક્ષ પટેલ એમ.એસ.યુનિ.માં કોમર્સના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેની સાથે અભ્યાસ કરતા પાર્થ કોઠારી સાથે ગાઢ મિત્રતા હતી.

બંને ટ્યૂશન ક્લાસમાં પણ એકબીજાની સાથે જતા હતા. પરંતુ પાર્થ કોઠારીના પ્રેમ સંબંધમાં દક્ષ પટેલ અડચણરૂપ થતો હતો. જેથી તેનો રસ્તો સાફ કરવા માટે દક્ષ પટેલની હત્યાનો પ્લાન ઘડ્યો હતો. તા.2 ઓક્ટોબરે પાર્થે દક્ષને સયાજીગંજ વિસ્તારની એમ.એસ.યુનિ. સામે આવેલા અલંકાર ટાવરના બેઝમેન્ટમાં બોલાવ્યો હતો. તેણે દક્ષને જણાવ્યું હતું કે આપણે કિડનેપિંગ બેઝ પર રીલ બનાવીશુ જેથી આપણીને વધુ લાઇક મળશે. જેથી પહેલા હુ તારા હાથ પગ બાંધુ ત્યારબાદ તુ મારા હાથપગ બાંધજે તેવી કહી પહેલા પોતાના સાથે લાવેલી દોરી વડે દક્ષ પટેલના પ્રથમ હાથ બાંધ્યા બાદમા પગ બાંધ્યા કે તુરંત જ તિક્ષ્ણ હથિયાર વડે ઘાતકી કરી હતી.

હત્યા કર્યા ફરાર પાર્થ ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. સયાજીગંજ પોલીસ તેને ગણતરી કલાકોમાં તેના ટ્યુશન ક્લાસમાંથી ઝડપી પાડ્યો હતો. ગુરુવારે પાર્થને સાથે પોલીસની ટીમ દ્વારા ઘટનાનું રિકન્ટ્રક્શન કરાયું હતું. ત્યારબાદ શુક્રવારે સયાજીગંજ પોલીસ દ્વારા ગુના ગંભીર જોઇને ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે આરોપી પાર્થે નામદાર કોર્ટમાં રિમાન્ડ માટે લઇ જવામાં આવ્યો હતો. કોર્ટમાં ચાર્જસીટ સાથે પોલીસ દ્વારા હાજર કરતા કોર્ટ દ્વારા આરોપીના તા.10 ઓક્ટોબર સુધીના એટલે કે ત્રણ દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top