Gujarat

કચ્છના દરિયામાંથી પકડાયું 350 કરોડનું 50 કિલો ડ્રગ્સ

કચ્છ: કચ્છમાં (Kutch) ભારતીય દરિયાઈ સીમા (Sea Border) પાસેથી ભારતીય કોસ્ટ ગાર્ડ (Indian Coast Guard) અને ગુજરાત ATSએ સંયુક્ત ઓપરેશન (Operation) હાથ ધરી એક પાકિસ્તાની બોટને (Pakistani boat) ઝડપી પાડી હતી. ATSએ પાકિસ્તાની બોટમાંથી રૂ.350 કરોડનું ડ્રગ્સ (Drugs) ઝડપી પાડ્યું હતું. આ સાથે જ 6 લોકોને 50 કિલો હેરાઈન સાથે ઝડપી પાડ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે ડ્રગ્સ સાથે પકડાયેલી પાકિસ્તાની બોટ અલ સાકર’ને ATSએ જપ્ત કરી લીધી છે.

ICG એટલે કે ભારતીય કોસ્ટ ગાર્ડ અને ગુજરાત ATSને સંયુક્ત ઓપરેશનમાં ડ્રગ્સ સામે મોટી સફળતા મળી છે. ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ અને ગુજરાત એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (ATS) એ શનિવારે સંયુક્ત ઓપરેશનમાં ઈન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઈન પાસે 50 કિલો હેરોઈન ડ્રગ્સ વહન કરતી પાકિસ્તાની બોટને પકડી પાડી હતી. આ હેરોઈનની અંદાજિત કિંમત આશરે 350 કરોડ રૂપિયા છે. એટલું જ નહીં ICG અને ગુજરાત ATSએ બોટમાં સવાર 6 લોકોની ધરપકડ પણ કરી છે.

આ બોટને વધુ તપાસ માટે જખૌ બંદરે લાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે ખરાબ હવામાન બાદ પણ ICGએ ગુજરાત ATS સાથે મળીને આ મિશન પૂરું કર્યું. આ બોટ અને ડ્રગ સંબંધિત વધુ માહિતી માટે એજન્સીએ તપાસ શરૂ કરી છે. જણાવી દઈએ કે છેલ્લા એક વર્ષમાં ICG દ્વારા ATS સાથે આ છઠ્ઠું ઓપરેશન છે. તે જ સમયે, એક મહિનાથી ઓછા સમયમાં આ બીજી ઘટના છે, જ્યારે ICGએ ડ્રગ્સથી ભરેલી બોટ પકડી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાની બોટમાંથી આશરે 200 કરોડ રૂપિયાની કિંમતનું 40 કિલો હેરોઈન FM ઝડપાયું હતું. એટલું જ નહીં, આ દરમિયાન 6 લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી, જેઓ પાકિસ્તાની હોવાનું કહેવાય છે. જણાવી દઈએ કે કોચીમાં NCB અને ICGએ મળીને ભૂતકાળમાં એક પાકિસ્તાની બોટ પકડી હતી, જેમાં કરોડોનું ડ્રગ્સ હતું.

તે જ સમયે, શુક્રવારે, NCBએ મુંબઈના એક ગોડાઉનમાંથી 50 કિલો ‘મેફેડ્રોન’ (માદક પદાર્થ) જપ્ત કર્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 120 કરોડ રૂપિયા છે. એનસીબીએ આ સંબંધમાં ‘એર ઈન્ડિયા’ના ભૂતપૂર્વ પાઈલટ સહિત બે લોકોની ધરપકડ કરી હતી.

આ સિવાય હાલમાં જ જામનગરમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપાતા ચકચાર મચી જવા પામી હતી. એનસીબી(NCB) અને નેવી(Navy)એ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. નેવી ઈન્ટેલીજન્સે કરોડોની કિંમતનું MD ડ્રગ્સ(Drugs) સાથે એકની ધરપકડ(Arrest) કરી છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીની પૂછપરછ કરતા મોટા ખુલાસા થયા છે

Most Popular

To Top