સુરત : નર્મદ યુનિવર્સિટી કાર્યાલય (VNSGU) તથા યુનિવર્સિટી ગ્રંથાલયનું દિવાળી વેકેશન (Diwali vacation) ૨૧મી ઓક્ટોબરથી ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૨ સુધીનું જાહેર કરવામાં આવ્યું છે.વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્ર (Circular) અનુસાર યુનિવર્સિટી કાર્યાલય તથા શૈક્ષણિક તથા વહીવટી વિભાગના વડા, અનુસ્નાતક વિભાગ ખાતે ચાલતા સ્વનિર્ભર અભ્યાસક્રમો પ્રોગ્રામના કો-ઓર્ડિનેટરને જણાવવામાં આવ્યું છે કે આગામી દિવાળીના તહેવાર નિમિત્તે યુનિવર્સિટી કાર્યાલય તથા યુનિવર્સિટી ગ્રંથાલય ૨૧મી ઓક્ટોબરથી ૩૧મી ઓક્ટોબર, ૨૦૨૨ સુધી બંધ રહેશે. ૧લી નવેમ્બર, ૨૦૨૨થી યુનિવર્સિટી કાર્યાલય તથા યુનિવર્સિટી ગ્રંથાલય રાબેતા મુજબ ચાલુ થશે.
નર્મદ યુનિવર્સિટી સંલગ્ન 240માંથી માત્ર 16 કોલેજે જ નેક એક્રિડેશનમાં ભાગ લીધો
સુરત: શહેરની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી એફિલિયેટેડ 240 જેટલી કોલેજો પૈકી માંડ 16 કોલેજોએ જ નેક એક્રિડેશનમાં ભાગ લેતા બાકી રહેલી કોલેજોની આગામી વર્ષે ગ્રાન્ટ ઠપ થઇ જાય તેવી વકી છે.દેશભરની યુનિવસિર્ટીનું નિયમન કરતા યુ.જી.સીના સર્વોચ્ચ સત્તામંડળે દરેક કોલેજો માર્ચ 2023 સુધીમાં નેક એક્રિડેશન મેળવવાનું ફરજિયાત ઠરાવ્યું હતું એક્રિડેશન નહીં મેળવનાર કોલેજોને યુજીસી ની ગાઈડલાઈન મુજબ મળતી ગ્રાન્ટ અટકી શકે છે
બાકીની કોલેજ હોય હજુ આ પ્રક્રિયા શરૂ કરી નથી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 240 જેટલી કોલેજો આવેલી છે જોકે હાલ સુધી માત્ર 16 કોલેજોએ જ નેક એક્રિડેશન માટે ભાગ લીધો છે જ્યારે બાકીની કોલેજ હોય હજુ આ પ્રક્રિયા શરૂ કરી નથી તેથી તેમની ગ્રાન્ટ અટકાવી દેવાશે. જો આગામી માર્ચ-2023 સુધી કોલેજો દ્વારા નેટ એક્રિડેશન મેળવવામાં નહીં આવે તો તેમને મળતી ગ્રાન્ટ ટોટલ બંધ થઈ શકે છે કોલેજોએ યુજીસી ની ગાઈડલાઈનનું પાલન કરવાનું હોય છે.