વડોદરા : કોરોના મહામારીને કારણે બે વર્ષ બાદ વડોદરા શહેરમાં પ્રતિવર્ષની જેમ પોલોમેદાન ખાતે ઉત્તર ભારતીય સાંસ્કૃતિક સંઘ નિકા દ્વારા 40 વર્ષથી યોજાતા રાવણ દહનનો કાર્યક્રમ માં રામાયણના પ્રસંગોનું નિરૂપણ કરતી નૃત્ય અને સંગીતમય નાટીકા નું મંચન કરવામાં આવશે. ઉતર ભારત સાંસ્કૃતિક સંઘ દ્વારા વર્ષોથી પોલોમેદાન ખાતે દશેરાના દિવસે રામલીલાનું આયોજન થતું આવ્યું છે. તેમજ ત્યારબાદ પરંપરા અનુસાર રાવણ ,કુંભકર્ણ અને મેઘનાદના મહાકાય પૂતળાનું દહન કરવામાં આવે છે. પરંતુ કોરોના મહામારીને પગલે બે વર્ષ રાવણ દહનનો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. આ વર્ષે ધામધૂમથી ઉજવવામાં આવશે.
દર વર્ષે એક અંદાજ મુજબ એક લાખથી વધુ લોકો આ કાર્યક્રમને નિહાળવા આવે છે ત ભારતીય સાંસ્કૃતિક સંઘના અધ્યક્ષ પ્રવીણ ગુપ્તાએ જણાવ્યું હતું કે છેલ્લા 42 વર્ષથી રામલીલા કાર્યક્રમનું આયોજન થાય છે. આ વર્ષે ૧૧૦ કલાકારો રામલીલાનું નાટ્ય મંચન કરશે.જ્યારે રામ ,ભરત, લક્ષ્મણ અને શત્રુઘ્નની બાલ અવસ્થાના દ્રશ્યો બાળ કલાકારો દ્વારા ભજવવામાં આવશે .મેદાનમાં રાવણ, મેઘનાદ અને કુંભકર્ણના પુતળા તૈયાર કરાય છે . જેનું આજે રાત્રે દહન કરવામાં આવશે. જેમાં અઢી કલાકની રામલીલા થશે ત્યાર બાદ ૩૦ મિનિટ રાવણ દહન અને આતશબાજી કરવામાં આવશે.