Gujarat

અમદાવાદના આયકરના અધિક કમિશનર સંતોષ કરનાનીએ 30 લાખની લાંચ લીધી

ગાંધીનગર : અમદાવાદના (Ahmedabad) આશ્રમ રોડ પરના મુખ્ય આયકર ભવન ખાતે ફરજ બજાવતા ઇન્કમટેક્સના (Incometax) એડિશનલ કમિશનર સંતોષ કારનાની 30 લાખ રૂપિયાની લાંચ (Bribe) લીધી છે. આ એડિશનલ કમિશનરે આંગડિયા પેઢી મારફતે ૩૦ લાખ લીધી હતી. જેને એન્ટિ કરપ્શન બ્યુરો (ACB)એ રિકવર કરી છે. જો કે એડિશનલ ઈન્કમટેક્સ કમિશનર પોતાની ઓફિસમાંથી ACBને હાથતાળી આપીને નાસી છૂટ્યો છે. ACBએ આરોપી અધિકારી સામે ગુનો નોંધ્યો છે.

  • એસીબીએ દરોડો પાડી લાંચના રૂપિયા જપ્ત કર્યા, જ્યારે લાંચિયો અધિક કમિશનર ઓફિસમાંથી નાસી છૂટ્યો
  • વેપારીને ત્યાં દરોડા પાડી ભારે નુકસાન કરાવવાની ધમકી આપી કુરિયરની ઓફિસમાં 30 લાખ જમા કરાવવા કહ્યું

અમદાવાદમાં સર્ચ ઓપરેશન દરમ્યાન વેપારીના ઘર તથા ધંધાના સ્થળે દરોડાની કાર્યવાહીનો રિપોર્ટ તૈયાર થયા બાદ વેપારીને પોતાની ચેમ્બરમાં બોલાવીને ભારે નુકસાન કરાવવાની ધમકી આપી હતી. જેના પગલે વેપારીએ એસીબીને ફરિયાદ કરી હતી. તે પછી ફરીથી આ આયકર અધિકારી વેપારીને પોતાની ચેમ્બરમાં બોલાવીને 30 લાખ અમદાવાદમાં એસજી હાઈવે પાછળ ધારા કુરિયરની ઓફિસમાં 30 લાખ જમા કરાવી દેવા જણાવ્યું હતું. વેપારીએ 30 લાખની રકમ ધારા કુરિયરમાં જમા કરાવીને અધિક આયકર કમિશનર સાથે ફોન પર વાત પણ કરી લીધી હતી. તે પછી આ લાંચની રકમ પંચની હાજરીમાં જપ્ત કરીને આયકરના અધિક કમિશનર સંતોષ કરનાનીને ઝડપી લેવા એસીબીની ટીમ તેમની ચેમ્બરમાં પહોંચી જતાં આ અધિકારી નાસી છૂટયા હતા.

અગાઉ સર્ચમાં મળેલા ડોક્યુમેન્ટના આધારે ધમકી આપતો
ઇન્કમટેક્સ વિભાગ, અમદાવાદ વિંગ દ્વારા ફરીયાદીના ઘરે, વ્યવસાયનાં સ્થળે તેમજ ફરીયાદીની કંપનીનાં કર્મચારીઓને ત્યાં કરેલા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન કબ્જે કરેલા કાગળો તથા કરેલી કાર્યવાહીનાં કાગળોનો એપ્રેઝલ રિપોર્ટ બનાવવામાં આવેલા અને આ કાર્યવાહી બાદ સર્ચ બાબતનો કેસ ઇન્કમટેક્સ વિભાગ અમદાવાદનાં સેન્ટ્રલ સર્કલ રેન્જ-1નાં એડિશનલ ઇન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની પાસે હતો. આ ઇન્કમટેક્સ વિભાગ અમદાવાદનાં એડિશનલ ઇન્કમ ટેક્ષ કમિશનર સંતોષ કરનાની વારંવાર તેમની ઓફિસે ફરીયાદીને બોલાવી ખૂબ જ મોટુ આર્થિક નુકશાન કરાવવાની વારંવાર ધમકી આપતા અને ફરીયાદીને આર્થિક નુકશાન ના થાય તેવું કામ કરવા માટે ફરીયાદી પાસે ગેરકાયદેસર રીતે પૈસાની માંગણી કરતા હતા.

Most Popular

To Top