બારડોલી : સુરત જિલ્લા સહકારી ક્ષેત્ર (Co-Operative Sector) તેમજ ભાજપ (BJP) અને સંસ્થાને લાંછન લગાડનાર સુમુલ ડેરીના (Sumul Dairy) ડિરેક્ટર (Director) અજીત ઉર્ફે અજય પટેલનો (Ajit Patel) મહિલા સાથેનો આપત્તિજનક વીડિયો (Video) વાઇરલ થવાની ઘટનાએ સમગ્ર સુરત જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે. હાલમાં ચાલી રહેલી ચર્ચા મુજબ આ વિડીયો સહકારી તેમજ રાજકિય અગ્રણીઓને મોબાઈલ ફોન ઉપર અમેરિકાના નંબરથી મોકલવામાં આવ્યા હતા.
અશ્લીલ વિડિયો અમેરિકાથી વાયરલ થયો હોવાની ચર્ચા
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના ખરવાસા ગામે રહેતા અજીત જગુભાઈ પટેલ હાલમાં જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા સુમુલ ડેરીના ડિરેક્ટર તેમજ બારડોલી તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા હોવાની સાથોસાથ અનેક સામાજિક તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. અજીત પટેલનો ગત શનિવારના રોજ પાડોશી મહિલા સાથે આપત્તિજનક સ્થિતિમાં અલગ-અલગ ચાર જેટલા વીડિયો અમેરિકાના મોબાઈલ નંબરથી બારડોલી પ્રદેશના સહકારી, સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓના મોબાઇલ પર આવતા જ ખળભળાટ મચી ગયો હતો.
રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ભૂકંપ સર્જાયો હતો
આ ઘટનાને લઇ ગ્રામજનોમાં પણ અજીત પટેલ સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ વિડીયો ધીમે ધીમે સમગ્ર સુરત જિલ્લામાં વાઈરલ થતા રાજકીય અને સહકારી ક્ષેત્રમાં ભૂકંપ સર્જાયો હતો. જોકે ભાજપના નેતાઓ આ મુદ્દે મૌની બાબાની ભૂમિકામાં આવી ગયા છે. અજીત પટેલે મીડિયા સમક્ષ પોતાના વિડિયો બનાવતી હોવાની સાથે બદનામ કરવાના ઈરાદે વિરોધીઓએ ફરતા કર્યા હોવાના આક્ષેપ કર્યા હતા.
ભાજપના નેતાઓ આ બાબતે કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું
ત્યારબાદ સોમવારના રોજ આ મુદ્દે કંઈ પણ બોલવા તૈયાર ન હતા. તો બીજી તરફ ભાજપના અગ્રણીઓ તેમને સુરત જિલ્લા મધ્યસ્થ કાર્યાલય ખાતે બોલાવ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. જો કે હંમેશા માટે શિષ્ટ તેમજ મહિલા સન્માન અને બેટી બચાવોની કરતા ભાજપના નેતાઓ આ બાબતે કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું. થોડા સમય અગાઉ સુરત જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈએ ભાજપના ત્રણ નેતાઓને મહિલા બાબતના આક્ષેપ અને આપત્તિજનક વીડિયોને લઈ પક્ષમાંથી બહારનો રસ્તો બતાવ્યો હતો તો હવે ભાજપ મોવડી મંડળ રંગીલા નેતા
અજીત પટેલ સામે કેવું વલણ અપનાવે છે તે જોવું રહ્યું.
બારડોલી તાલુકાનું ખરવાસા ગામ એનઆરઆઇની મહત્તમ વસ્તી ધરાવવાની સાથે બારડોલી તેમજ સુરત જિલ્લા માટે એક આદર્શ ગામ તરીકે નામના ધરાવે છે. આ ગામના આગેવાનો ગામમાં જે નિર્ણય લે છે તે સમગ્ર ગામના યુવાનો અને વડીલો માન્ય રાખે છે. અહીં આઝાદી બાદથી ગ્રામ પંચાયતની ચૂંટણી પણ થઇ નથી. ગામના નિર્ણય ગામના આગેવાનો ભેગા થઈ લેતા હોય છે. ભૂતકાળમાં પણ આવા પ્રકારની ઘટના બાદ કડક નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આ મુદ્દે ગામના આગેવાનોની જવાબદારી થઈ પડે છે કે દાખલારૂપ નિર્ણય ફરી એકવાર લે તેવી ચર્ચાએ જોર પકડયું છે.