Gujarat

મીરાબાઈ ચાનુ અને ભવાની દેવીએ ગાંધીનગરમાં ગરબાની રમઝટ બોલાવી, લોકોની ભીડ ઉમટી  

અમદાવાદ: ગુજરાતીઓ (Gujarat) હાલ નવરાત્રીને (Navratri) પુરજોશમાં ઉજવી રહ્યા છે. આ તહેવાર હવે માત્ર ગુજરાતનો જ નથી પરંતુ દેશ વિદેશમાં ધામધૂમથી ઉજવાઈ છે. કોરોના મહામારીના બે વર્ષ બાદ રાજ્યભરમાં નવરાત્રીને લોકો મન મૂકીને ઉજવી રહ્યા છે. ત્યારે ગઈકાલે એટલે કે પાંચમા નોરતે ગાંધીનગર (Gandhinagar) ખાતે દેશનું ગૌરવ વધારનાર એવા મીરાબાઈ ચાનુ (Mirabai Chanu) અને ભવાની દેવી (Bhavani Devi) ગરબાના રંગમાં રંગાયા હતા.

નવરાત્રીની સાથે સાથે રાજ્યમાં 36મા નેશનલ ગેમ્સ યોજાઈ રહ્યો છે. દેશના ખૂણે ખૂણેથી સ્પધર્કોનો ગુજરાત આવી પહોંચ્યા છે. ત્યારે પાંચમો નોરતે એટલે કે શુક્રવારે 36 નેશનલ ગેમ્સમાં ભાગ લેવા મીરાબઈ ચાનુ અને ભવાની દેવી ગુજરાત પહોંચ્યા હતા. નેશનલ ગેમ્સની ઈવેન્ટ પૂર્ણ કર્યા બાદ તેઓ ગરમે ઘૂમ્યા હતા. તેઓ ગાંધીનગરમાં કલ્ચર ફોરમ ખાતે ગરબાની રમઝટ બોલાવી હતી. જ્યાં મીરાબાઈ ચાનુ ચણીયા ચોલીમાં ગરબા ઘૂમતે જોવા મળ્યા હતા. તેઓને ગરબા રમતા જોઈ ફેન્સની ભીડ એકઠી થઈ ગઈ હતી.

પીએમ મોદીએ સ્ટેડિયમમાં 36માં નેશનલ ગેમ્સનો આરંભ કરાવ્યો
તમને જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2 દિવસીય ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. જ્યાં તેમણે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 36માં નેશનલ ગેમ્સનો આરંભ કરાવ્યો હતો. જેમાં વેઈટલિફ્ટર મીરાબાઈ ચાનુએ ગાંધીનગરમાં નેશનલ ગેમ્સ અંતર્ગત યોજાયેલી વેઈટલિફ્ટિંગની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને શાનદાર શરૂઆત કરી હતી. પોતાની ઈવેન્ટ પૂર્ણ કર્યા બાદ મીરાબાઈ ચાનુ ગુજરાતીઓ સાથે ગાંધીનગર ખાતે ગરબા રમતા જોવા મળ્યા હતા.  

મીરાબાઈ ચાનુ ઓલમ્પિક ગેમ્સમાં દેશમાં મેડલ જીત્યા હતા. અમદાવાદ ખાતે શરૂ કરાયેલી ગેમ્સમાં મીરાબાઈ ચાનુએ મહિલાઓની 49 કિગ્રો વર્ગમાં કુલ 191 કિગ્રા વજન ઉઠાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતની એકમાત્ર ઓલિમ્પિયન તલવાર બાજ ભવાની દેવીએ સેબર ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેમણે ફાઈનલમાં જગમીત કૌરને 15-3થી હરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી દ્વારા ગુજરાતમાં 36મો નેશનલ ગેમ્સ આરંભ કરવામાં આવ્યો હતો. ત્યારે મહિલા બેડમિન્ટન પીવી સિંધુ સુરત ખાતે આવી પહોંચ્યા હતા. આ પહેલા તેઓ 30 સ્પટેમ્બરના રોજ અમદાવાદમાં ખેલૈયાઓ સાથે ગરબે ઘૂમ્યા હતા. તેમનો ગરબાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. 


Most Popular

To Top