Dakshin Gujarat

નંદુરબાર અને સુરતને જોડતો બ્રિટીશ કાળનો પુલ ધરાશાયી

વ્યારા: નંદુરબાર(Nandurbar) અને સુરત(Surat)ને જોડતો બ્રિટીશ કાળ(British period) દરમિયાન બાંધવામાં આવેલો ધનોરા બ્રિજ(Dhanora Bridge) તા.29 સપ્ટેમ્બરે સવારે આશરે સાડા નવ વાગ્યાના અરસામાં ધરાશાયી(collapse) થયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ કે વાહનને નુકસાન થયું ન હતું. જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. નંદુરબાર તાલુકાના ધનોરા ખાતે લગભગ સો વર્ષ પહેલાં અંગ્રેજોના સમયમાં આ પુલ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ વર્ષો જૂનો થતાં તેને ચારે બાજુથી નુકસાન થયું હતું. દરમિયાન 29મીએ સવારે સાડા નવ વાગ્યાની આસપાસ આ પુલ ધરાશાયી થયો હતો. કહેવાય છે કે, બ્રિજની ક્ષમતા પૂરી થવાના કારણે આ ઘટના બની છે.

સદનસીબે કોઈ જાનહાનિ ન થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો
નવાપુર રોડ કરતાં આ રોડ વધુ સુવિધાજનક હોવાથી આ રોડ પર આ પુલ પરથી ભારે ટ્રાફિક સાથે વાહનોનો વધુ ધસારો રહેતો હતો. ઘટનાની થોડીવાર પહેલાં કેટલાંક ભારે વાહનો અને બળદગાડાં પસાર થયાં હતાં. સદનસીબે કોઈ નુકસાન થયું ન હતું. દરમિયાન ઘટનાના એક કલાક સુધી અહીં એક પણ જવાબદાર અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા ન હતા.

ગ્રામજનોની સજાગતાથી મોટી દુર્ઘટના ટળી
વ્યારા: નદી પરનો પુલ સવારે અચાનક તૂટી પડ્યો ત્યારે બસ ત્યાંથી થોડી ઝડપે જઈ રહી હતી. પરંતુ ગ્રામજનોએ બસ રોકી દેતાં મોટી દુર્ઘટના ટળી હતી. દરમિયાન રાજ્ય ધોરી માર્ગ નં.6 પર આવેલો આ 68 મીટર લાંબો પુલ ધરાશાયી થતાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. મહારાષ્ટ્ર પરિવહન વિભાગની પેસેન્જર બસ અને માલવાહક ટ્રક પસાર થયાની થોડી જ ક્ષણોમાં પુલ તૂટી પડ્યો હતો. આ પુલ વર્ષ-1982માં પૂર્ણ થયો હતો. ધુલે-નંદુરબાર- સુરત સ્ટેટ હાઈવે આ બ્રિજ પરથી પસાર થતો હતો. નંદુરબારના ધનોરા અને ઈસાઈનગર વચ્ચે રાંકા નદી પર પુલ બનાવવામાં આવ્યો હતો. આ રોડ ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યને જોડે છે. ગુરુવારે બ્રિજ અચાનક ધરાશાયી થવાના કારણે સંપૂર્ણ વાહનવ્યવહાર થંભી ગયો હતો.

Most Popular

To Top