Business

યુનિવર્સિટીનું ટીમ વર્ક અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર નેકની પીયર ટીમનું મન મોહી ગયું

સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) ત્રણ દિવસની ધામા નાંખી નિરીક્ષણ કરવા આવેલી નેકની (NAAC) પીયર ટીમે આજે વિદાય લેતા સાથે કુલપતિ ડો. કે. એન. ચાવડા અને કાર્યકારી કુલસચિવ ડો. રમેશદાન ગઢવીને એક્ઝિટ લેટર આપ્યો હતો. ત્રણ દિવસથી ઇન્સ્પેક્શન કરતી નેકની પીયર ટીમના પાંચ સભ્યો યુનિવર્સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટીમ વર્કથી અત્યંત પ્રભાવિત થયા છે. એટલું જ નહીં, નેકની ટીમે એક્ઝિટ બેઠકમાં જણાવ્યું હતું કે અમે અમારા સૂચન સાથે સારા માર્ક્સ તો આપ્યા જ છે. પણ તમે મનમાં જે પણ ગ્રેડ ધારો છો તે જ ગ્રેડ ભગવાન આપે એવી અમારી ઇચ્છા છે. તમે તમારા ગોલની ખૂબ જ નજીક છો.

વર્ષ-2017માં 3302 સીજીપીએ સાથે યુનિવર્સિટીએ એ ગ્રેડ મેળવ્યો હતો અને તે એ પ્લસ ગ્રેડ મેળવવા માટે છેલ્લા પાંચ વર્ષથી કાર્યવાહી કરી હતી. તેવામાં જ યુનિવર્સિટીના રિએક્રિડેશન માટે સોમવાર અને મંગળવાર એમ બે દિવસ નેકની પીયર ટીમના પાંચ સભ્યોએ ઇન્સ્પેક્શન કર્યું હતું. તે પછી બુધવારે એક્ઝિટ લેટર બનાવી કુલપતિ ડો. કે. એન. ચાવડા અને કાર્યકારી કુલસચિવ ડો. રમેશદાન ગઢવીને આપ્યા હતો. નેકની પીયર ટીમના પાંચ સભ્યોએ યુનિવર્સિટીમાં પોતાના ત્રણ દિવસોના અનુભવ મામલે એક્ઝિટ બેઠકમાં જણાવ્યું હતું કે અમે ઘણી યુનિવર્સિટીમાં ફર્યા છીએ. જ્યાં ચારેક ફેકલ્ટી વચ્ચે એક ડિપાર્ટમેન્ટ હોય છે. પણ આ યુનિવર્સિટી ફેકલ્ટી અને કોર્સીસ મુજબ ડિપાર્ટમેન્ટ બનાવાયા છે. અહીયાં કોઇ પણ કામ કોઇ એક વ્યક્તિ નથી કરતું. પણ ટીમ વર્કમાં થતું હોવાની બાબત ખૂબ જ સારી છે. જેથી મેનેજમેન્ટ ખૂબ જ ગમ્યું હતું.

પહેલા દિવસે અમે આવ્યા, ત્યારે અમારા મનોરંજન સાથે રાજ્યની કલા દેખવાડવા માટે થયેલા કાર્યક્રમ પણ ખૂબ જ ગમ્યા હતા. પહેલા દિવસે અમને ભગવદ ગીતા આપી હતી. બીજા દિવસે અમને રામાયણ આપી હતી અને આજે અમે જઇ રહ્યા છીએ, ત્યારે અમને મહાભારત આપી રહ્યા છે. જેથી આપણી સંસ્કૃતિ માટે કાર્ય કરતી બાબતો અમને ખૂબ જ ગમી હતી. યુનિવર્સિટીમાં તમામ કાર્ય સારૂ છે, પરંતુ વધારે સારૂ કઈ રીતે કરી શકે? તે મામલે અમે સૂચન કર્યા છે. અમારી પાસે 30% માર્ક્સ આપવાની બાબત છે. જે મામલે અમે અમારા સૂચન સાથે માર્ક્સ આપ્યા છે. તમે તમારા ગોલની ખૂબ જ નજીક છો. તમે મનમાં જે પણ ગ્રેડ ધારો છો તે જ ગ્રેડ ભગવાન આપે એવી અમારી ઇચ્છા છે.

Most Popular

To Top