Dakshin Gujarat

ભરૂચમાં એવું તે શું થઈ ગયું કે શહેર છેલ્લાં બે મહિનાથી અંઘારાપટ છવાયો

ભરૂચ : ભરૂચ (Bharuch) શહેર છેલ્લા બે મહિનાથી અંધારપટમાં ફેરવાઈ ગયો છે. જોકે, પાલિકા (Palika) દ્વારા જે નવી લાઈટો (Light) ખરીદવામાં આવી તેમાં પણ ભ્રષ્ટાચાર (Corruption) થયો હોવાના આક્ષેપ સાથે વિવાદ ઉભો થતાં વિવિધ વિસ્તારોમાં લગાવાયેલી લાઈટો પાલિકાએ ઉતારી લીધી હતી. છે.

  • ભરૂચ નગરપાલિકા હર હંમેશા ભ્રષ્ટાચાર મુદ્દે વિવાદમાં રહેતું હોય છે
  • સ્ટ્રીટ લાઈટ ખરીદીમાં ખાયકીના આક્ષેપો ઉઠતાં પાલિકાએ રાતોરાત લાઇટો ઉતારી લીધી
  • ભરૂચ નગરપાલિકામાં કેટલાય વિસ્તારોની સ્ટ્રીટ લાઈટો બંધ રહી હતી જેથી મોટી માત્રામાં લાઈટ કમિટી વિભાગમાં લોકોની ફરિયાદ નોંધાય હતી

ભરૂચ નગરપાલિકા હર હંમેશા ભ્રષ્ટાચાર મુદ્દે વિવાદમાં રહેતું હોય છે. હાલ ભરૂચ શહેરના અલગ-અલગ વિસ્તારોમાં સ્ટ્રીટ લાઇટો છેલ્લા બે મહિનાથી બંધ થઈ જવાના કારણે શહેરભરમાં અંધારપટ છવાયો છે. ભરૂચ નગરપાલિકામાં કેટલાય વિસ્તારોની સ્ટ્રીટ લાઈટો બંધ રહી હતી. જેથી મોટી માત્રામાં લાઈટ કમિટી વિભાગમાં લોકોની ફરિયાદ નોંધાય હતી.
ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા રૂપિયા 825ની જગ્યાએ 1250 રૂપિયાની લાઇટોની ખરીદી કરવામાં આવી હોવાના અને લાઈટ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો વિપક્ષે આક્ષેપ કર્યો છે. જોકે, નવી લાઈટો લગાવ્યા બાદ ભ્રષ્ટાચારની બૂમો ઉઠતા પાલિકા દ્વારા લાઈટો તરત ઉતારી લેવામાં આવી હતી. એટલું જ નહીં, ઉતારેલી લાઈટોને લાઈટ કમિટી ચેરમેનની કેબિનમાં છુપાવી હોવાનો પણ પાલિકાના વિપક્ષે આક્ષેપ કર્યો હતો. એક તરફ ભરૂચ શહેરમાં અંધારપટ છવાયો છે,

લાઇટ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હશે તો કર્મચારી સામે પગલાં ભરવામાં આવશે : પાલિકા પ્રમુખ
તો બીજી તરફ લાઈટ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે વિપક્ષોએ ભરૂચ નગરપાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. જેમાં કોઈપણ સ્થળે લાઇટ ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હશે તો કર્મચારી સામે પગલાં ભરવામાં આવશે તેવી બાંહેધરી સાથે પાલિકાના પ્રમુખે તપાસ કરવામાં આવશે તેવું નિવેદન રજૂ કર્યું હતું.

Most Popular

To Top