નવી દિલ્હી: સોશિયલ મીડિયા પર (Social Media) ટીમ ઈન્ડિયાના (Indian Cricket Team) પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (MSDhoni) અને પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરના (Gautam Gambhir) ફેન્સ વચ્ચે ઝઘડો (War) ચાલી રહ્યો છે. આ યુદ્ધ પ્રત્યક્ષ રીતે નહીં, પરંતુ પરોક્ષ રીતે થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર બંને ક્રિકેટર્સના ચાહકોનો ગુસ્સો ચરમસીમાએ પહોંચી ગયો છે.
ખરેખર ધોનીએ 25 સપ્ટેમ્બરે એક મોટી જાહેરાત કરી હતી. માહીએ ભારતમાં બિસ્કીટની પ્રોડક્ટ લોન્ચ કરી હતી. આ લોન્ચિંગ વખતે ધોનીએ કહ્યું કે 2011માં અમે ODI વર્લ્ડ કપ જીત્યો હતો. તે જ વર્ષે આ બિસ્કટ લોન્ચ કરવામાં આવી હતી. માહીએ કહ્યું કે આ વખતે ટી20 વર્લ્ડ કપ 2022માં (T20WorldCup2022) છે અને આ વખતે આ પ્રોડક્ટ ફરીથી લોન્ચ કરવામાં આવી રહી છે. ધોનીએ આ પ્રોડક્ટ લૉન્ચ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. પરંતુ આ પછી ગૌતમ ગંભીરે પણ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આમાં ગંભીર તેના બે બાળકો સાથે મસ્તી કરતો જોવા મળી રહ્યો છે.
ગંભીરના કૂતરાનું નામ પણ બિસ્કિટ જેવું જ છે
આ વીડિયો પણ ઘણો વાયરલ થઈ રહ્યો છે. તેનું કારણ એ છે કે વીડિયોમાં ગંભીરની પુત્રી તેના કૂતરાને ધોનીએ લૉન્ચ કરેલા બિસ્કિટના નામથી જ બોલાવે છે અને તેનું 2011 વર્લ્ડ કપ સાથે જોડાણ હતું. ગંભીરે આ વીડિયો શેર કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર ભારે હોબાળો શરૂ થઈ ગયો હતો. યુઝર્સે તો એમ પણ કહેવાનું શરૂ કરી દીધું કે ગંભીરે આ વીડિયો દ્વારા ધોની પર ટોણો માર્યો છે.
આ રીતે ધોની અને ગંભીરના ફેન્સ વચ્ચે ટક્કર થઈ હતી જોકે, ગંભીરે વીડિયો કે પોસ્ટમાં ક્યાંય પણ આવો કોઈ ઉલ્લેખ કર્યો નથી. એક યુઝરે યુવરાજ સિંહનો ફોટો પણ શેર કર્યો અને લખ્યું, ‘તે વિચારે છે કે અમે કેટલાક બિસ્કિટના કારણે વર્લ્ડ કપ જીત્યો છે. ધોની પર શરમ કરો.
જ્યારે ધોનીના ફેન્સે પણ તેનો બચાવ કર્યો હતો. માહીના એક પ્રશંસકે ટ્વીટ કર્યું, ‘ગંભીરની આ પોસ્ટ ડોટર્સ ડે પર હતી. ધોની માટે નહીં. આ નામ ખૂબ જ સામાન્ય છે, જે કૂતરા માટે રાખવામાં આવ્યું છે.
ગંભીર ફાઈનલમાં સદી ચૂકી ગયો હતો
તમને જણાવી દઈએ કે ભારતીય ટીમે 2011માં બીજી વખત ODI વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યારબાદ ટીમ ઈન્ડિયાએ ફાઈનલ મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવ્યું હતું. મુંબઈમાં રમાયેલી આ ફાઈનલ મેચમાં ગૌતમ ગંભીરે ઓપનિંગ કરતા 97 રન બનાવ્યા હતા અને જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પ્લેયર ઓફ ધ મેચ ધોનીએ અણનમ 91 રન બનાવ્યા હતા. યુવરાજ સિંહને વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ સિરીઝનો ખિતાબ મળ્યો હતો. યુવીએ તે ટુર્નામેન્ટમાં ઓલરાઉન્ડર પ્રદર્શન કર્યું હતું. તેણે બેટિંગમાં 362 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં પણ 15 વિકેટ ઝડપી હતી.