SURAT

PFI સાથે કનેક્શનની શંકાના આધારે ઉનના યુવાનની પૂછપરછ

સુરત: પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા (પીએફઆઇ) સાથે ગુજરાતની (Gujarat) કેટલાક જગ્યાના લોકો સીધી રીતે કનેક્ટેડ (Connected) છે તેની દેશવ્યાપી તપાસ ચાલી રહી છે. તેઓને બાતમીના આધારે અટકાયત કરવામાં આવી હોવાની વિગતો સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે. સુરતમાં (Surat) ઉનમાંથી પણ આજે એકની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. તેમાં યુવાનની પૂછપરછ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે. આ યુવાન દ્વારા પીએફઆઇ દ્વારા કરવામાં આવતી દેશદ્રોહી અને હિન્દુ વિરોધી ચેટમાં આ યુવાન દ્વારા સમર્થન આપવામાં આવ્યુ હોવાને કારણે આ યુવાનના વાસ્તવમાં કોઇ કનેકશન છે કે નહી તે શંકાને આધારે પૂછપરછ કરવામાં આવી હતી. એનઆઇએ દ્વારા સતત આઠ કલાક યુવાનની પૂછપરછ કર્યા બાદ તેને છોડી દેવામાં આવ્યો હોવાની વિગત જાણવા મળી છે.

ગુજરાતમાં અમદાવાદ, બનાસકાંઠા, દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી પાસેના સાત આઠ લોકોને કેટલીક બાતમીના આધારે અટકાયત કરીને ગુજરાત એટીએસની કચેરી ખાતે લાવવામાં આવ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારતમાંથી કેટલાક લોકો પીએફઆઈ સાથે કનેક્ટેડ હતા. જેનું સોશિયલ મીડિયાના આધારે સર્વેલન્સ થઈ રહ્યું હતું. આ દરમિયાન ગુજરાતના તેમજ અન્ય રાજ્યોના કેટલાક કનેક્શનની લિંક જોડાઈ છે. આ દરમિયાન NIA તપાસ કરી રહી હતી. પરંતુ ગુજરાત એટીએસને મહત્વની કડી મળી છે. જેમાં આઠથી દસ શકમંદ લોકોએ જે સોશિયલ મીડિયાના આધારે કેટલીક એન્ટી નેશનલ પોસ્ટ કરી હતી તેમ જ કેટલાક સોશિયલ મીડિયાના ગ્રુપમાં કનેક્ટ હતા જે સીધા કોઈ પોસ્ટ કે કોમેન્ટ ના આધારે લાગતા હતા. સોશિયલ મીડિયા પર વિવાદિત નિવેદનો આપતા વીડિયો અને તેના કારણે કેટલાક લોકોની ધાર્મિક લાગણીઓ દુભાતી હોય એ બાબતોને કોમેન્ટ કરીને તેમને નુકસાન કરવા કે તેમને પરેશાન કરવા આ કૃત્ય કરવામાં આવ્યું છે. તેમજ તેને તપાસવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરતમાં ઉનમાંથી એક જણને ઊંચકી લેવાયો છે. જે અલગ અલગ સોશિયલ મીડિયાથી પીએફઆઈ જેવી સંસ્થાઓ સાથે કનેક્ટ હતા. હાલ વધારે પૂછપરછ થઈ રહી છે.

Most Popular

To Top