બજારના પ્રવાહોને તેજીનું વલણ જાળવી રાખવા માટે સંઘર્ષ કરવો પડયો અને અમેરિકી બજારો દ્વારા સર્જવામાં આવેલ કેપીટયુલેશને ભારતીય ટર્ફ પર હાહાકાર મચાવ્યો. હવે જયારે તેજીવાળાઓ માટે કોઇ સ્પષ્ટતા નથી ત્યારે તેઓ ઝડપથી પીછેહટ કરી રહ્યા છે. ડોલર સામે રૂપિયો તીવ્રપણે નબળો પડયો તે બાબતે આપણને બુલીશ એજન્ડા બાબતે ફેરવિચારણા કરવાની ફરજ પાડી છે.
બેંકોના શેરોએ ઝંડો સતત ઉંચો ફરકતો રાખ્યો તેના પછી તેઓ પણ થોડા નીચે ગયા છે. તેઓ નિફટીને આગળ દોરી રહ્યા હતા અને તેમની પીછેહટથી નિફટીની પીછેહટને વધુ વેગ મળ્યો. ચાર્ટ-૧ નિફટીની આખા સપ્તાહની ગતિ દર્શાવે છે. આ દિવસોમાં ટ્રેડર તેમની પોઝિશનો ઝડપથી છોડી દે તેમાં સમય લાગતો નથી. આવતા સપ્તાહે પણ તે ફરીથી બનશે? જયારે બેંક શેરો ચાર્જની આગેવાની લઇ રહ્યા છે ત્યારે આપણે બેંક નિફટી ચાર્ટ તરફ જોઇએ. ચાર્ટ-૨ ડેઇલી બેંક નિફટી દર્શાવે છે. જેમાં કેટલાક ઝોન્સ દોરાયા છે અને ઇચિમોકુ ઇન્ડિકેટર ઉમેરાયું છે. જૂન-૧૭ ના લો પરથી રાઇઝના ૩૮ ટકા પુલબેક એ બહુ ગંભીર બાબત નથી. જો બેંક શેરો ગગડશે તો પણ મને લાગે છે કે નિફટીમાંના અન્ય સેકટરો સંભાળી લેશે અને નિફટી સચવાઇ જશે. એ શકય છે કે બેંક શેરો ઘટે પણ અન્યો સારો દેખાવ કરે. વીકલી ઇનિમોકુ ચાર્ટ પર સપોર્ટ હજી ૧૭૦૫૦ ના લેવલ નજીક છે અને તે ટકી રહે તેવી આશા છે. એ જણાવવું પણ મહત્વનું છે કે બેંક નિફટી ચાર્ટ માટે સપોર્ટ ૩૭૧૦૦ ના એરિયાની આસપાસ છે.
પરંતુ ફકત એટલા ખાતર કે બજાર સપોર્ટસને સ્પર્શ કરી શકે છે તે તરત રેલીનું કારણ બની શકે નહીં. તે કેટલાક કોન્સોલીડેશનમાં પ્રવેશી શકે છે. ટેકાઓ જયારે બહુ દૂર નહીં હોય અને ઇન્ડીસીસને એક કે બે સેકટરો દ્વારા બચાવી લેવાયા હોય તો પણ વ્યકિતગત શેરો ઝૂડાઇ જાય તેવી શકયતા નકારી શકાય નહીં. મેં ગયા લેખમાં જ ચેતવણી આપી હતી કે લોંગ હોલ્ડરોએ તેમની પોઝિશનો ચકાસી લેવી કારણ કે ટ્રેડરો માટે કસોટીનો સમય આવી શકે છે. આ સપ્તાહે સ્થિતિ થોડી વિચિત્ર રહી શકે. જેઓ બજારમાં સક્રિય નથી તેમણે આ સપ્તાહે બજારથી દૂર રહેવું જ સારું છે. Q2 ના પરિણામો આવવાના શરૂ થાય પછી જ તેમને માટે રોકાણ કરવાનું સારું છે. હાલ બજારની નજીક રહેવાથી ખાસ કશું મળી શકે તેમ નથી.