જીવનની સંસારલીલામાં અનેક ઉતાર ચઢાવ, લલકાર, પડકાર આવ્યા કરે છે, તેનો સામનો કરવો પડે છે, માણસજાત પાસે જીવવા માટે બે રસ્તા છે. જેમકે સચ્ચાઇ અને બુરાઇ, સચ્ચાઇના માર્ગે ચાલનારાની ભગવાન અનેક કસોટી કરે છે, પરંતુ ડગવું નહીં, આત્મવિશ્વાસ રાખવો, સુખ-દુ:ખનો દૌર પણ આવે છે, નીતિમત્તા, મૂલ્યો, પ્રમાણિકતાને વળગી રહેવા માટે સંઘર્ષ કરવો પડે છે, લક્ષ્મી ચંચળ છે, જે માર્ગે આવી તે જ માર્ગે જાય છે,જયારે બુરાઇના રસ્તે ચાલનારાને શરૂઆતમાં ભોગવિલાસ, વૈભવ મળે. પરંતુ બેનંબરી આવકથી આવેલી લક્ષ્મી કુકર્મો કરાવે, તાગડ ધિન્ના કરાવે, પરંતુ આ સુખ મિથ્યા હોય છે.
લાંબું ટકતું નથી. છેવટે અંજામ ખરાબ હોય છે. આ બાબતે સીતારામ પરિવારના પૂ. બાલુરામ બાપુ સત્સંગસભામાં વ્યાસપીઠ પરથી દોહરાવે છે ગમે તેટલી અડચણો આવે, પરંતુ સચ્ચાઇનો માર્ગ કદી છોડવો નહીં. સચ્ચાઇને વરેલા વ્યકિત સામે અનેક આક્ષેપો થાય, સાચી જૂઠી વાતો ફેલાવીને સમાજમાં બદનામ કરાય છે. અમૂલ્ય જિંદગી મળી છે તો તેનું મૂલ્ય સમજો. એક ગીતકારે ‘કાજલ’ ફિલ્મના ગીતમાં મધ્ય ભાગમાં લખ્યું છે જેને રફીજીએ સ્વર આપી ગાયું છે, અચ્છો કો બૂરા સાબિત કરના દુનિયા કી પુરાની આદત હૈ, આમ સારાને નરસો સાબિત કરવાની દુનિયાને આદત પડી ગઇ છે,પરંતુ વહેલો મોડો સત્યનો જ જય થાય છે તે નિશ્ચિત વાત છે.
તરસાડા -પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.