ગાંધીનગર: ગાંધીનગરમાં (Gandhi nagar) ધોડે દિવસે ફાયરિંગની (Firing) ઘટના બની છે. ગાંધીનગરમાં બીજ નિગમની કચેરીની (Corporation Office) બહાર ફાયરિંગની ઘટના બનતા સ્થાનિકોમાં ફફડાટ મચી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે ફાયરિંગની આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત (Death) નિપજ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીનો (Police) કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ આ મામલે તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની કચેરીની બરાબર સામે ગાંધીનગરના સેક્ટર 10માં બની હતી.
- ગાંધીનગરમાં ફાયરિંગની ઘટના બની
- ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત
- ગાંધીનગરમાં બીજ નિગમની કચેરી બહાર ફાયરિંગ
- પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આંદોલનનો માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના કર્મચારીઓ વિવિધ પડતર માંગણીને લઈને આંદોલન કરી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગરના બીજ નિગમની કચેરી બહાર ફાયરિંગ થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જો કે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા
ગાંધીનગરમાં ફાયરિંગની ઘટનામાં એક વ્યક્તિનું મોત ઘટનાસ્થળે જ નિપજ્યું હતું, પોલીસને પ્રાથમિક તપાસમાં મૃતક ઈન્દ્રોડા ગામના રહેવાસી કિરણ મકવાણા (ઉં.વ 40) હોવાનું સામે આવ્યું હતું. કિરણ મકવાણા સચિવાલયના ગૃહ વિભાગમાં પટાવાળાની નોકરી કરતા હતા. અને રોજબરોજની જેમ તેઓ આજે સવારે પણ પોતાના કાર્યલય જઈ રહ્યા હતા. આ દરમિયાન કૃષિ સહાય નજીક બીજ નિગમની કચેરીની બહાર તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલ તો પોલીસે મૃતક કિરણ મકવાણાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસ દ્વારા આરોપીને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાથી ગ્રેડ પે મામલે સરકારી કર્મચારીઓ સરકાર વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. વિવિધ વિભાગના કર્મચારીઓ દ્વારા ગાંધીનગરના સત્યાગ્રહ ખાતે આંદોલન કરવામાં આવ્યું હતું. અને સરકાર સામે પોતાની રજૂઆત મૂકી હતી. જો કે સરકારે વિવિધ મોરચાના સંગઠનો સાથે બેઠક યોજી આંદોલન સમાપ્ત કરવાના પ્રયાસો કર્યા હતા. આ આંદોલનમાં આરોગ્ય વિભાગ, પોલીસ વિભાગ, વનરક્ષક વિભાગ તેમજ શિક્ષકો પણ પોતાની જૂની પેન્શન યોજના અને ગ્રેડ પે સહિત અનેક પ્રાથમિક માંગણી સાથે સરકાર સામે મોરચો માંડ્યો હતો.