આણંદ: તારાપુરના કસબારા ગામે રહેતી પરિણીતાને અમદાવાદ ખાતે સાસરિયાએ દહેજ માટે અસહ્ય ત્રાસ આપ્યો હતો. આખરે પિયર આવી પતિ સહિત ચાર સાસરિયા સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધ્યો હતો. તારાપુરના કસબારા ગામે રહેતા સલમાબાનુના લગ્ન ઇનાયતહુસેન લીયાકતહુસેન શેખ (રહે.સરખેજ, અમદાવાદ) સાથે 2008ની સાલમાં થયાં હતાં. આ લગ્ન જીવનમાં તેમને ત્રણ સંતાનોનો જન્મ પણ થયો હતો. જોકે, છેલ્લા ત્રણેક વર્ષથી તેમની બાજુમાં માસી સાસુ હસીનાબાનુ મલેક, દેરાણી સરમીનાઝબાનુ શેખ (રહે.સરખેજ), નણંદ યાસ્મીનબાનુ પાનમસાલાવાળા (રહે.બાવળા) અવાર નવાર ઘરે આવી ચઢવણી કરતા હતાં. જેથી ઇનાયત મારઝુડ કરતો હતો અને ઘરમાંથી કાઢી મુકતો હતો.
જોકે, બાદમાં સમજાવી પરત સાસરિમાં મોકલતાં હતાં. દરમિયાનમાં 17મી જુલાઇ,22ના રોજ ઇનાયતે સવારના આઠેક વાગ્યે કહેવા લાગ્યો હતો કે, તને પરણાવી ત્યારે તારા બાપાએ તને દહેજમાં કાંઇ આપ્યું નથી. જેથી, તું તારા ભાઈના ઘરેથી આઠ લાખ રૂપિયા લઇ આવ મારે કામ છે. જોકે, સલમાબાનુએ મારા ભાઈના ઘરેથી અગાઉ તો તમોને પાંચ લાખ રૂપિયા ધંધો કરવા આપ્યાં હતાં. તેનો તમોએ કોઇ હિસાબ તો આપ્યો નથી. તેમ જણાવતા ઇનાયત ઉશ્કેરાઇ ગયો હતો અને માર મારવા ફરી વળ્યો હતો અને કહેવા લાગ્યો કે, તું પૈસા લઇને નહીં આવે તો તને કોઇ પણ ભોગે મારી નાંખીશ તેમ કહી ઘરમાંથી ક્યાંક જતો રહ્યો હતો.
બાદમાં મોડા સુધી ઘરે નહીં આવતા ફોન કરતા તે સ્વીચ ઓફ આવતો હતો. જેથી દિયર તથા નણંદ, નણંદોને જાણ કરતાં તેઓએ ઇનાયત ઘરેથી ક્યાંક જતાં રહ્યા છે. સવારના પણ ઘરે આવ્યાં નહતાં. બીજા દિવસે દેરાણી સરમીનાઝબાનુ ઇરશાદહુસન શેખ, યાસ્મીન સાકીરભાઈ (રહે.બાવળા)એ ઘરે આવેલા અને તારો પતિ ભાગી ગયો છે. તેમાં તારો જ વાંક છે. તેમ કહી ઝઘડો કર્યો હતો. આથી, 17મી ઓગષ્ટના રોજ તેમના ભાઇ પિયર તેડી ગયાં હતાં. આ અંગે સલમાબાનુએ તારાપુર પોલીસ મથકે ઇનાયતહુસેન લીયાકતહુસેન શેખ, હસીનાબાનુ અહેમદ મલેક, સરમીનાઝબાનુ ઇરશાદહુસન શેખ, યાસ્મીનબાનુ સાકીરભાઈ સામે ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધ્યો હતો.