SURAT

પિતા અન્ય સ્ત્રી અને માતા અન્ય પુરુષ સાથે ભાગી જતાં એકલી પડેલી સગીરા સાથે..

સુરત : ગોડાદરામાં રહેતી સગીરાના માતા-પિતા (Parents) ભાગી ગયા બાદ આ સગીરાને સાચવનાર યુવકે જ દાનત બગાડી હતી અને સગીરાની સાથે બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. સગીરાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનું નિદાન થતા સમગ્ર ઘટના બહાર આવી હતી. ગોડાદરા પોલીસે (Police) આ યુવકની સામે ગુનો નોંધી તેની ધરપકડ (Arrest) પણ કરી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ ગોડાદરામાં રહેતી સગીરાના પિતા અન્ય મહિલાની સાથે પ્રેમલગ્ન કરીને ભાગી ગયા હતા. ત્યારબાદ સગીરા અને તેની માતા રૂમમાં એકલા જ રહેતા હતાં. બીજી તરફ આ સગીરાની માતાએ પણ બીજા પુરુષની સાથે લગ્ન કરી લીધા હતા અને તે સગીરાને એકલી મૂકીનને બીજે રહેવા જતી રહી હતી. દરમિયાન ગોડાદરામાં હળપતિવાસમાં રહેતા મિતેશ મુકેશભાઇ ગામીતે આ સગીરાને પાડોશી હોવાનું કહીને પોતાના ઘરમાં આશરો આપ્યો હતો.

છેલ્લા પાંચ વર્ષથી આ સગીરા મિતેશની સાથે તેના પરિવારમાં રહેતી હતી. છેલ્લા બે વર્ષથી મિતેશે સગીરાના ભોળપણનો ફાયદો ઉઠાવીને છેડતીની સાથે સાથે રેપ કરવાની શરૂઆત કરીને બળાત્કાર ગુજાર્યો હતો. દરમિયાન બે-ત્રણ દિવસથી આ સગીરાને પેટમાં દુ:ખાવો થતા તેને દવાખાને લઇ જવામાં આવી હતી, જ્યાં સગીરાને પાંચ મહિનાનો ગર્ભ હોવાનું નિદાન થયું હતું. આ બાબતે પોલીસે સગીરાની પુછપરછ કરતા મિતેશે સગીરાને લગ્નની લાલચ આપીને બળાત્કાર કર્યાનું બહાર આવ્યું હતું. આ બાબતે પોલીસે સગીરાની ફરિયાદ લઇને મિતેશની સામે પોક્સો એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રતા કેળવી ફોટા વાયરલ કરવાની ધમકી આપી પરિણીતા પર બળાત્કાર
હથોડા: ઓલપાડની પરિણીતા સાથે એ જ ગામના બે જણાએ ઇન્સ્ટાગ્રામ ઉપર મેસેજ દ્વારા મિત્રતા કેળવી એકાંત જગ્યાએ બોલાવી તેની સાથે ફોટા મોબાઇલમાં પાડી લીધા બાદ ફોટા વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરી બે જણાએ અવારનવાર બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ કોસંબા પોલીસમાં નોંધાઈ છે.મૂળ ભાવનગરની વતની અને હાલ ઓલપાડ ખાતે રહેતી પરિણીતા સાથે ઓલપાડ ખાતે રહેતા રજની ભાવચંદ ધાનાણી અને મુકેશ ધનજી રાદડિયાએ મિત્રતા કેળવીને એકલા મળવું છે તેમ કહી એકાંત જગ્યાએ બોલાવીને પરિણીતા સાથે મોબાઇલમાં ફોટા પાડી લઈ ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

પરિણીતાને વિડીયો કોલ કરી ધાકધમકી આપી મજબૂર કરી
બ્લેકમેલ કરી પરિણીતાને રજની ભાવચંદ ધાનાણીની અર્ટિકા ગાડીમાં બેસાડીને કોસંબા પોલીસની હદમાં મોટા બોરસરા ખાતે આવેલી તુલસી હોટલમાં તેમજ શિયાલજ ગામની હદમાં આવેલી હોટલ બાલવાસની પાછળના ફાર્મ હાઉસમાં લઈ જઈ અવારનવાર બળાત્કાર ગુજાર્યો હતો. અને પરિણીતાને વિડીયો કોલ કરી ધાકધમકી આપી મજબૂર કરી કપડાં ઊતરાવી વિકૃત આનંદ લેતા હતા. આ બાબતની ભોગ બનનાર પરિણીતાએ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવતાં કોસંબા પોલીસે બંને આરોપી સામે ફરિયાદ દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top