ગાંધીનગર : ગુજરાતમાં (Gujarat) ૧૫૦થી વધુ બેઠકો મેળવવા માટે ગુજરાતની બે દિવસી મુલાકાતે આવેલા ભાજપના (BJP ) રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાઓ સતત બીજા દિવસે પણ ગાંધીનગરમાં બેઠકોનો દોર યથાવત રાખ્યો હતો. આજે સવારે ગાંધીનગરમાં કમલમ કાર્યાલય ખાતે નડ્ડાએ ભાજપના વિવિધ મોરચાના અધ્યક્ષ તથા પ્રદેશ અને શહેરોના હોદ્દેદારો સાથે મહત્વની બેઠક યોજી હતી. તે પછી નડ્ડાએ અમદાવાદમાં પ્રોફેસર સમિટને સંબોધન કર્યુ હતું. બપોર પછી ગાંધીનગરમાં ભાજપ શાસિત રાજયોના મેયરોના સમિટમાં હાજરી આપી હતી. તેમાં નડ્ડાએ શહેરોના સામુહિત ,સર્વ વ્યાપી, સર્વ સ્પર્શી વિકાસ અંગે સૌને માર્ગદર્શન આપ્યું હતું.
જેવી રીતે ભારતના ગામડાઓ દેશની આત્મા છે તેવી જ રીતે શહેરોનો વિકાસ પણ દેશની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ જરૂરી છે. પીએમ નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટીના કારણે દેશમાં સ્માર્ટ સિટીનો પાયો નાખવામાં આવ્યો છે તે અંતર્ગત મેટ્રો ટ્રેન, એલી.ઇ.ડી સ્ટ્રીટ લાઇટ, રોડ રસ્તાનો વિકાસ, હર ઘર જલ, સેનિટાઇજેશનની વ્યવસ્થા સાથે સાથે ટાઉન પ્લાનિંગને પણ આવરી લેવામાં આવ્યા છે. નડ્ડાએ સમિટમાં ઉપસ્થિત સૌ મેયર અને ડે.મેયરોને બજેટના ઉપયોગ, ચાલતા વિવિધ વિકાસના પ્રકલ્પોનું મોનીટરિંગ કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ સમિટમાં ભાજપના રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી બી.એલ. સંતોષ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.