ગુજરાતી ફિલ્મ (Gujarati Film) ‘છેલ્લો શો’ (Chhello Show) એ વિશ્વમાં ડંકો વગાડ્યો છે. ભારત (India) તરફથી ‘છેલ્લો શો’ને ઓસ્કારમાં મોકલાઈ છે જે ગુજરાતીઓ માટે મોટી ગર્વની વાત છે. ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડીયાએ જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ને ઓસ્કાર 2023 (Oscar) માટે મોકલવામાં આવી છે. મૂળ અમરેલીના ગુજરાતી ફિલ્મ મેકર પાન નલિનની ગુજરાતી કમિંગ ઓફ એજ ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો)ને ઓસ્કર અવોર્ડ્સ માટે ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે.
- ભારત તરફથી ‘છેલ્લો શો’ને ઓસ્કારમાં મોકલાઈ
- ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડીયાએ જાહેરાત કરતા જણાવ્યું કે ગુજરાતી ફિલ્મ છેલ્લો શો ને ઓસ્કાર 2023 માટે મોકલવામાં આવી
- મૂળ અમરેલીના ગુજરાતી ફિલ્મ મેકર પાન નલિનની ફિલ્મ છે ‘લાસ્ટ ફિલ્મ શો’ (છેલ્લો શો)
- ભારતમાં આ ફિલ્મ 14 ઓક્ટોબરે રિલીઝ થશે
ભારતની આ વર્ષની સુપરહિટ ફિલ્મો એસ. એસ. રાજામૌલિની ‘RRR’ અને ‘KGF’ને પાછળ છોડી ગુજરાતી ફિલ્મે દેશ વિદેશમાં ખ્યાતિ મેળવી છે. હવે આ ‘લાસ્ટ ફિલ્મ શો’ ફિલ્મ આવતા વર્ષે અમેરિકાના લોસ એન્જલસ ખાતે યોજાનારા એકેડમી અવોર્ડ્સ એટલેકે ઓસ્કર અવોર્ડ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પાન નલિનની આ ફિલ્મ બેસ્ટ ઇન્ટરનેશનલ ફિલ્મની કેટેગરીમાં વિશ્વભરની ફિલ્મો સાથે સ્પર્ધામાં ઊતરશે. તમને જણાવી દઈકે ભારતમાં આ ફિલ્મ 14 ઓક્ટોબરે રિલીઝ થશે.
જણાવી દઈએ કે ભારતની ઓસ્કર માટેની ઓફિશિયલ એન્ટ્રી માટે તેલુગુ રોમેન્ટિક હિટ ફિલ્મ ‘શ્યામ સિંઘા રોય’ રેસમાં હતી. જ્યારે મલયાલમ સુપરસ્ટાર ફહાદ ફાસિલની સર્વાઇવલ ડ્રામા ફિલ્મ ‘મલયાંકુંજુ’ પણ ઓસ્કર એન્ટ્રી બનવાની દોડમાં હતી. પરંતુ ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયાની જ્યુરીએ ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો શો’ ને ઓસ્કર માટે પસંદ કરી છે.
શું છે ફિલ્મની સ્ટોરી?
છેલ્લા શો ફિલ્મની સ્ટોરી નવ વર્ષના બાળક સમયના જીવન સાથે વણાયેલી છે. આ બાળક સૌરાષ્ટ્રના ચલાલા ગામનો છે જેના પાત્રને કેન્દ્રમાં રાખીને આ ફિલ્મની સમગ્ર વાર્તા વણી લેવામાં આવી છે. આ બાળકની આર્થિક પરિસ્થિતિ ખરાબ છે તેથી તે સિનેમા હોલમાં લાંચ આપીને સિનેમા પ્રોજેક્ટર ટેકનિશ્યન સાથે બેસી પ્રોજેક્ટરનું કામ શીખે છે. શીખીને તે પોતાનું પ્રોજેક્ટર બનાવવાનો પ્રયાસ કરે છે અને સફળતા મળે છે.
ફિલ્મના કલાકારો
ભાવિન રબારી (સમય)
ભાવેશ શ્રીમાળી (ફઝલ)
રિચા મીના (બા – સમયની માતા)
દિપેન રાવલ (બાપુજી – સમયના પિતા)
પરેશ મહેતા (સિનેમા મેનેજર)