Gujarat

21મીએ માલધારીઓની દૂધ હડતાળ: ડેરી-મંડળી કે ઘરે દૂધ આપવા નહીં જાય

ગાંધીનગર: આગામી બે દિવસના વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન ઢોર નિયંત્રણનો કાયદો રદ કરવામાં નહીં આવે તો વર્તમાન સરકાર (Government) પરિણામ ભોગવવા તૈયાર રહે. ગાંધીનગરના (Gandhinagar) શેરથા નજીક મળેલી માલધારીઓની મહાપંચાયતની વેદના સભામાં આકરો નિર્ણય કરવામાં આવ્યો છે. જ્યારે 21મી એ રાજ્યભરના માલધારીઓ, પશુપાલકો દૂધ મંડળીમાં દૂધ નહીં ભરીને દૂધ સત્યાગ્રહ કરવાનું આહવાન કરવામાં આવ્યું છે.

શેરથા ખાતે મળેલી વેદના સભામાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉમટી પડ્યા હતા. જેમાં માલધારી સમાજની બાર જેટલી માંગણીઓ પર આગેવાનોએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. જેમાં ઢોર નિયંત્રણો કાયદો પરત ખેંચવા માટે થઈને આકરુ વલણ અપનાવવામાં આવ્યું હતું. માલધારી પંચાયતના નાગડીભાઈ દેસાઈએ કહ્યું હતું કે માલધારી રબારી આહીર ગઢવી સમાજ એક મંચ પર એકત્રિત થવું જોઈએ. એક સંપ થઈને આગામી દિવસોમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવી જોઈએ અને પડતર પ્રશ્નો ઉકેલાય નહીં માલધારીઓના ત્યાં સુધી લડત આપવી જોઈએ. આ કાયદો પરત ખેંચવા માટે સરકાર પર દબાણ ઊભું કરવામાં આવી રહ્યું છે.

ગુજરાત સરકાર ઢોર નિયંત્રણના કાયદો વર્ષ 2000માં લાવી છે. સરકારી પડતર જમીન અંગે ગૌચરો, તળાવો માનીતા ધરાવતા ઉદ્યોગપતિઓ અને પધરાવી દેવાનું બિલ છે. પ્રજાજનોને ગુજરાત સરકાર ગુમરાહ કરી રહી છે તો રસ્તા પર આવતા પશુઓને અકસ્માતથી મૃત્યુ પણ થાય છે. ઢોર નિયંત્રણનો કાયદો ખરેખર નાબુદ કરતા સરકાર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાઓ સઘન બનાવવી જોઈએ તેવી માંગણી સમાજના પ્રવક્તા નાગજીભાઈ દેસાઈએ કરી હતી. આગામી 21મી તારીખે રાજ્યભરના માલધારીઓ એક જૂથ થઈને ડેરીમાં દૂધ નહીં ભરે અને દૂધ સત્યાગ્રહ કરશે. શેરથા ખાતે મળેલી માલધારી સમાજની મહાપંચાયતમાં આ અંગેનું આહવાન આપવામાં આવ્યું છે.

Most Popular

To Top