અંકલેશ્વર : અંકલેશ્વર (Ankleshwar) નેશનલ હાઇવે પર આવેલા વિસ્તારમાં 11 વર્ષીય માસુમ બાળકીને દોઢ વર્ષથી ઘરે બોલાવી 56 વર્ષીય શખ્સ વારંવાર દુષ્કર્મ (Rape) આચરતો હોવાની ઘટના સામે આવી છે. તાલુકા પોલીસે (Police) નરાધમ આધેડની ધરપકડ (Arrest) છે.અંકલેશ્વર નેશનલ હાઇવે નજીક રહેણાંક વિસ્તારમાં રહેતા એક પરિવારની 11 વર્ષની બાળકીને નજીકમાં રહેતો 56 વર્ષીય રિયાઝ શબ્બીર શેખ તેમની 11 વર્ષીય માસુમ બાળકીને દોઢ વર્ષથી એક દિવસના આંતરે ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો. આ વાત બાળકીએ જ્યારે માતા-પિતાને કરી તો તેઓ ડઘાઈ ગયા હતા.
માસુમ બાળકીને દોઢ વર્ષથી ઘરે બોલાવી દુષ્કર્મ આચરતો હતો.
તેઓ હવસખોર રિયાઝ શેખને આ બાબતે પુછતાં તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. રિયાઝની દીકરીએ ભોગ બનેલી બાળકીના પરિવાર સાથે ઝઘડો કરી કાઢી મુક્યા હતા. અંતે બાળકીના પરિવારે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે પોક્સો એક્ટ તેમજ દુષ્કર્મનો ગુનો નોંધી નરાધમ રિયાઝ શબ્બીર શેખની ધરપકડ કરી તેનું મેડિકલ પરીક્ષણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ટૂંડજના યુવાન પર જાનલેવા હુમલાના ગુનામાં 3ના જામીન ફગાવાયા: બેને હદપાર કરાયા
ભરૂચ : જંબુસરના ટૂંડજ ગામે સત્તાના દુરુપયોગ અને પંચાયતની ચૂંટણીમાં ઉભા રહેવા બદલ દલિત યુવાન ઉપર ૩ મહિના પહેલા ડેપ્યુટી સરપંચના પરિવાર સહિત ૬ લઘુમતી હુમલાખોરોએ કરેલા જાનલેવા હુમલામાં કોર્ટે ૩ હુમલાખોરના જામીન ફગાવી દીધા છે. જ્યારે બે આરોપીને હદપાર કરાયા છે.જંબુસરના ટૂંડજ ગામે જૂન મહિનામાં સુરેશ ડાહયાભાઈ વાઘેલાએ ભાગોળે તળાવ ઉપર સરકારી જમીનમાં દબાણ મુદ્દે રજૂઆત કરી હતી.
પંચાયતની ચૂંટણીમાં ઉભા રહેવા અને દબાણો અંગે તંત્રમાં રજૂઆતની રિસ રાખી ડેપ્યુટી સરપંચના પરિવાર અને અન્ય મુનીફ ઉર્ફે મુન્ના મામા શબ્બીર પ૨માર, સાદીક ઉદેસંગ સિંધા, શરીફખાન ઉર્ફે અજીતસિંહ સિંધા, તોસીફ અજીતસિંહ સિંધા, આસીફ અજીતસિંહ સિંધા અને કેસરસિંહ ફતેસિંહ સિંધાએ દલિત યુવાન ઉપર જીવલેણ હુમલો કરી બન્ને પગ પર ૨૫ ઘા મારીને તોડી નાખ્યા હતા. ૧લી સપ્ટેમ્બરે તોસીફ સિંધા અને આસીફ જામીન મુક્ત થતા ફરીવાર ફરિયાદના ઘરે જઈને ધમકી આપી હતી.
કાવી પોલીસ ત૨ફથી જિલ્લા સરકારી વકીલની કચેરીએ જામીન ઉ૫૨ છુટેલા આરોપી તૌસીફના જામીન રદ ક૨વા રિપોર્ટ ૨જુ કર્યો હતો. જેથી સરકાર તરફે ત્વરીત કાર્યવાહી કરી તોસીફ અજીતસિંહ કેસરીસિંહ સિંધા સામે જામીન ૨દ ક૨વા માટે અરજી કરી હતી. ત્યાર બાદ સાથે અન્ય આરોપીઓ મુનીફ ઉફે મુન્ના, સાદીક, શરીફખાને જામીન અરજી કરી હતી. તમામ અરજીઓની દલીલો એક સાથે ભરૂચ એડિશનલ એન્ડ ડિસ્ટ્રીકટ સેશન્સ જજ યાદવની કોર્ટમાં થઈ હતી. અને બંને પક્ષકારોની દલીલો સાંભળી કોર્ટે ૩ આરોપીની જામીન અરજી રદ કરી દીધી હતી. તોસીફ અને આસીફને જામીન અરજીની શરતોના ભંગ બદલ ગામની હદ બહાર રહેવા હુકમ કર્યો છે. સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યાએ હાજર રહી દલીલો એવી કરી હતી કે આરોપીઓ એકાબીજા કુંટુંબના સભ્યો અને નજીકના સગા છે.આરોપીઓ ગામમાં ગરીબ દલિત નબળા વર્ગને દબાણથી ધાક, ધમકી આપીને ગામને છોડાવીને માલ-મિલકતો સસ્તા ભાવે પડાવવાની દાનત અને ટેવ ધરાવે છે. જે હકીકત કોર્ટને ધ્યાન પર લાવ્યા હતા.