નવસારી : નવસારી (Navsari) જિલ્લાના જલાલપોર (Jalalpor) તાલુકામાં રહેતી એક વિધવા (Widow) માતાએ અભયમ (Abhayam) મહિલા (Woman) હેલ્પલાઈનમાં (Healpline) કોલ કરી જણાવ્યું હતુ કે, તેમના પતિનું મુત્યુ થયાને એક વર્ષ થયું છે. અને તેમના દીકરાએ ઘરમાંથી કાઢી મુકી છે. જેથી નવસારી અભયમ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તેઓને પ્રાપ્ત થયેલ વિગત અનુસાર મહિલાના પતિના મુત્યુ બાદ તેમને 12 દિવસમાં કાઢી મૂકી હતી. તેમના પતિ હયાત હતા તે સમયે પણ ઝઘડા કરતા હતાં માટે તેમને અલગ ઘર કરી આપ્યું હતું. તેમના પુત્ર અને પુત્રવધુ હવે તે ઘર ભાડે આપી અહીં હક જમાવતા હતા.
દીકરાને તેની ભૂલ સમજાતા માફી માંગી
તેમના પુત્રને પૂછપુરછ કરતાં તેઓએ કોઇ જવાબ આપ્યો ન હતો. પરંતુ તેમની પત્ની વધુ જીભાજોડી કરતાં અયભમ ટીમે બંનેને કાયદાકીય માહિતી આપી સમજાવ્યું હતુ કે ઘર તમારા પિતાના નામે છે અને હજુ તમારા માતા હયાત છે. તો પહેલો હક તેમનો બને છે. તમે માતાને આવી રીતે ઘરની બહાર કાઢી નહી શકો. તમારા પિતા નથી તો માતાને સાચવવાની જવાબદારી પણ તમારી હોઈ તેમ સમજાવતા, દીકરાને તેની ભૂલ સમજાતા માફી માંગી માતાને ઘરમાં રાખવાની ખાત્રી આપી હતી. આમ 181 અભયમ ટીમ દ્વારા વિધવા માતાને તેમનો હક અપાવ્યો હતો.