વડોદરા : વડોદરા મહાનગર પાલિકા શહેરને સ્માર્ટ બનવાની વાતો કરી રહી છે તે પણ ફક્ત કાગળ પર જ છે. પાલિકા એવોર્ડ અને વાહવાહી લુટી રહી છે. પરંતુ વડોદરામાં પાલિકા પ્રાથમિક સુવિધા આપવા માટે તદ્દન નિષ્ફળ નીવડ્યું છે. જેમાં લાઈટ, ઉભરાતી ગટરો, ડ્રેનેજ અને સાફ સફાઈ સહિતની સુવિધા નગરજનો સુધી પહોચાડી શકતા નથી. જો વડોદરા શહેરને સ્માર્ટ જ બનાવવું હોત તો પાલિકા સાફસફાઈ કરત પરંતુ આ તો પબ્લિકને જ સાફ સફાઈ કરવી પડે તે કેવી સ્માર્ટ સીટી એવું લોક મુખે ચર્ચાય રહ્યું છે.
વડોદરા શહેર જો સ્માર્ટ સીટી હોત તો આમ જનતાને જ પોતાના વિસ્તારની સફાઈ જાતે જ કરવી પડત તે એક પ્રશ્ન આજે શહેરમાં ચર્ચાય રહ્યો છે. આપને આજે વાત કરીએ તો કૃણાલ ચોકડીથી ચંદ્રશેખર આઝાદ સુધીના માર્ગ પર વચ્ચો વાચ આવેલ ડિવાઈડર પર વિસ્તારનાં રહીશોને જ સાફ સફાઈ કરતા જોવા મળ્યા હતા. વધુમાં તો આ ડિવાઈડર પર તો વિસ્તારનાં સ્થાનિક લોકોએ જ છોડ વાવિયા હતા અને અને તેની દેખરેખ પણ વિસ્તારનાં સ્થાનિક લોકો જ કરતા હતા. જયારે પાલિકાના સફાઈ કર્મીઓ આ વિસ્તારમાં સફાઈ માટે આવતા હોય છે ત્યારે ડિવાઈડર પર પડેલા કચરો સાફ નથી કરતા તેવો આક્ષેપ વિસ્તારનાં સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે.
ડિવાઈડર જાણે ક્યાં સફાઈ કર્મીના ભાગે આવે છે તેને લઈને બંને બાજુના સફાઈ કર્મીઓએ હાથ અધ્ધર કરી દીધા હોય તેમ ડિવાઈડરની સફાઈ કરવામાં આવતી નથી. આજ વિસ્તારમાં ડમ્પિંગ સ્ટેશન પણ આવેલું છે જેથી ત્યાના આસપાસના વિસ્તારનો કચરો પણ ત્યાં ઠાલવવામાં આવે છે. જેથી આજ રોજ પાલિકા જે ઘોર નિદ્રામાં છે તેમને જગાવવા માટે વિસ્તારના સ્થાનિક લોકોએ જાહેર રોડ રસ્તા વચ્ચે આવતા ડિવાઈડર પરનો કચરો જાતેજ સાફ કરીને ડિવાઈડરની સફાઈ કરી હતી.