ઘેજ: ચીખલીના (Chikhli) ઘેકટીમાં જૂની અદાવતમાં થયેલા વિવાદમાં પોલીસે (Police) સ્થાનિક શખ્સ વિરૂદ્ધ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી અંગેનો ગુનો નોંધ્યો છે. વૈભવ નાથુભાઇ પટેલ ગત 9-9-22ના રોજ ગણેશ વિસર્જનના દિવસે રાત્રે જમણવાર કરીને બેઠો હતો તે દરમ્યાન જીગ્નેશ પરભુ પટેલ ત્યાં આવી લાકડીથી મારતા મૂઢ માર વાગતા હોસ્પિટલમાં (Hospital) સારવાર લેવાની ફરજ પડી હતી.
અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી માર માર્યો
અને જતી વખતે ‘આજે તો તું બચી ગયો છે હવે પછી તો હું તને મારી જ નાંખીશ’ તેવી ધમકી આપી હતી. જીગ્નેશ શંકાસ્પદ ડામર રાખવા બાબતે પોલીસમાં પકડાયેલો હોય જે બાતમી પોલીસમાં આપેલી હોવાની શંકા રાખી અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી માર માર્યો હોવા મુજબની ફરિયાદમાં પોલીસે જીગ્નેશ પરભુ પટેલ સામે નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીલીમોરા નજીક ધોલાઈ બંદરે બે આતંકવાદીઓને AK 47 રાયફલ સાથે ઝડપી લેવાયા
બીલીમોરા : બીલીમોરાના ધોલાઈ બંદરે ગુરુવાર સાંજે પોલીસે બે આતંકવાદી એકે-47, આરડીએક્ષના જથ્થા સાથે ઝડપી લેતા ચકચાર મચી હતી. જોકે સાગર સુરક્ષા મોકડ્રીલ હોવાનું ખુલતા લોકોએ રાહત અનુભવી હતી.ગુજરાતમાં 1600 કિલોમીટર સહીત નવસારી જિલ્લા માં 54 અને ગણદેવી તાલુકામાં 17 કીમી જેટલો લાંબો દરિયા કિનારો છે. જે કિનારા ઉપર ધોલાઈ ગામે બંદર આવેલું છે.
ઘટનાક્રમ બાદ સાગર સુરક્ષા મોકડ્રીલ હોવાનું ખુલ્યું
જિલ્લા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ એસઓજી પીઆઇ પટેલીયા, પીએસઆઇ પીઆર કરેન, જીએસ પટેલ, સાગર આહીર, જિલ્લા પોલીસ ની વિવિધ ટીમો, સ્થાનિક પોલીસ, આઈબી, સહિત વિવિધ એજેન્સીઓએ સંકલન થકી મિશન પાર પાડ્યું હતું. જોકે સમગ્ર ઘટનાક્રમ બાદ સાગર સુરક્ષા મોકડ્રીલ હોવાનું ખુલ્યું હતું. અને કાંઠા વિસ્તાર સહિત સમગ્ર જિલ્લાના રહીશોએ રાહત પહોંચી હતી.