Vadodara

ઇદગાહ મેદાન પાસેના જાહેર રસ્તા પર ફરી ખાડા પડ્યા

વડોદરા: પાલિકાના દરેક કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવો આક્ષેપ શહેરીજનો કરતા હોય છે. ત્યારે હજુ તો થોડા સમય અગાઉજ વરસાદના કારણે શહેરના ઇદગાહ મેદાન પાસે આવેલ જાહેર રોડ રસ્તાની ખરાબ હાલત જોવા મળી હતી ત્યારે પાલિકાના સ્થાયી ચેરમેન, ડે. મેયર, નગરસેવ સહિતના આગેવાનો ત્યાં દોડી આવ્યા હતા. અને રોડની કામગીરી યુદ્ધના ધોરણે કરાવી હતી ત્યારે આજે પણ પછી જેવી સ્થિતિ પહેલા હતી તેવીજ સ્થિતિ હાલ જોવા મળી રહી છે. જેથી સ્થાનિક રહીશો દ્વારા પાલિકા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વડોદરા શહેરને તો લોકો ખાડોદરા તરીકે પણ બોલાવે છે કારણ કે શહેરમાં ગમે તે જાહેર રોડ રસ્તા પરથી તમે પસાર થાવ ત્યારે તમને ખાડા જોવા જ મળતા હોય છે. ત્યારે શહેરીજનોને વાહન ચલાવવામાં પણ ઘણી તકલીફ પડતી હોય છે. પરિણામે હવે તો વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાના જાહેર રોડ રસ્તા થયેલા જોવા મળે છે. અને ડોકટરના બીલ પણ વધતા જોવા મળી રહ્યા છે કોઈને કમરનો દુખાવો, કે અકસ્માત થવાથી માથામાં કે હાથ-પગમાં ઈજા થવાની ઘટના બનતી હોય છે. પરિણામે શહેરીજનો માટે તો જાહેર રોડ રસ્તા પરથી નીકળવું માથાના દુખાવા સમાન બની ગયું છે. જયારે આપને શહેરની વાત કરીએ તો શહેરના વિહાર ટોકીઝ થી ઇદગાહ મેદાન વાળા રોડ પર જઈએ તો ત્યાં તો ગણાય ગણાય નહી અને વિનાય વિનાય નહી તેટલા બધા ખાડા રોડ પર જોવા મળી છે. ત્યાં નાના – મોટા અનેક ખાડાઓ જોવા મળતા હોય છે.

પરિણામે ત્યાં વરસાદી પાણી ભરેલા હોવાથી વાહન ચાલકને જોવા માં ન આવે તો પડી જવાથી નાની મોટી ઈજાઓ પણ થતી હોય છે. હજુ તો થોડા સમય અગાઉ જ પાલિકાના સ્થાયી ચેરમેન ડો. હિતેન્દ્ર પટેલ, ડે. મેયર નંદા જોશી, નગરસેવકો સહિતના કાર્યકરો પણ ત્યાની મુલાકાત લીધી હતી અને યુદ્ધના ધોરણે કામગીરી કારાવીને રોડની મરામત કરાવી હતી છતાં પણ આજે જેસે થે તેસે હાલ આજે પણ જોવા મળી રહ્યા છે. જેથી સ્થાનિકો દ્વારા પાલિકા તંત્ર પર રોષ દાખવ્યો હતો.

Most Popular

To Top