સંતરામપુર : સંતરામપુર પાલિકાની બેદરકારીના કારણે નગરમાં ગટર ઉભરાવવાનો પ્રશ્ન વકરી રહ્યો છે. તેમાંય મોટી મસ્જીદથી લઇ ડો. આદિલના દવાખાના સુધી અવાર નવાર ગટર ઉભરાવવા છતાં તેનો કાયમી નિકાલ કરવામાં ન આવતાં રહિશો પરેશાન થઇ ગયાં છે. સંતરામપુર નગરમાં વોર્ડ નંબર 4 હુસેની ચોક વિસ્તાર આવેલો છે, જેમાં આ વિસ્તારમાં મોટી મસ્જિદથી લઇ ડો.આદિલના દવાખાના સુધી ગટરો અવાર નવાર ઉભરાતા સ્થાનિક રહીશો અને રાહદારીઓ પરેશાન થઈ ગયાં છે અને આ ગટરો અવાર નવાર ઉભરાતા સ્થાનિક રહીશો એ જાતે સાફ સફાઇ કરવાનો વારો આવ્યો છે.
આ સમસ્યા અંગે નગર પાલિકાના સત્તાધીશોને તેમજ નગર પાલિકા ચીફ ઓફિસરને ટેલિફોન દ્વારા રજુઆતો કરવા છતાં તેમના દ્વારા ફોન રિસિવ કરવામાં આવ્યો નથી. આ સમસ્યાઓ સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઈ ચુકી છે. અહીં અવાર નવાર ઉભરાતી ગટરોની રજુઆતો પ્રત્યે નગરપાલિકા દ્વારા ઉદાસીનતા જોવા મળે છે. નગરપાલિકા નગરની સ્વચ્છતા માટે સક્રિયતા દાખવે તે જરુરી છે. નગરની સમસ્યાને નગરની સ્વચ્છતા અને ગંદકીને ગટરની સાફસફાઈ પ્રત્યે વ્હેલી તકે ઉચ્ચ તંત્ર દ્વારા તેની નગરની સમસ્યાઓની તપાસ ઓચિંતી કરવામાં આવે તો ગણું બધું બહાર આવી શકે તેમ છે.