Sports

ભનુકા રાજપક્ષેએ એશિયા કપનું ટાઇટલ સંકટગ્રસ્ત દેશવાસીઓને સમર્પિત કર્યું

દુબઈ: એશિયા કપમાં શ્રીલંકાને વિજયી બનાવનાર હીરો ભાનુકા રાજપક્ષેએ એશિયા કપનું ટાઇટલ મુશ્કેલીનો સામનો કરી રહેલા પોતાના દેશને સમર્પિત કર્યો હતો. શ્રીલંકાએ રવિવારે રાત્રે ફાઇનલમાં પાકિસ્તાનને 23 રને હરાવીને 2014 પછી તેનું એશિયા કપનું છઠ્ઠું ટાઇટલ જીત્યું હતું.પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાએ 58 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી પરંતુ રાજપક્ષેએ 45 બોલમાં 71 રન ઉપરાંત વનિન્દુ હસરાંગાએ 21 બોલમાં 36 રન કરતાં તેઓ મેચમાં વાપસી કરવામાં સફળ રહ્યા હતા અને અંતે છ વિકેટે 170 રન બનાવ્યા હતા.

અમે એક ટીમ તરીકે તે ક્ષણોને ફરીથી પાછી લાવવા માગતા હતા
રાજપક્ષેએ મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે કેટલાક દાયકાઓ પહેલા, અમે હંમેશા વિશ્વને બતાવવા માંગતા હતા કે અમારી પાસે આક્રમકતા છે અને અમે એક ટીમ તરીકે તે ક્ષણોને ફરીથી પાછી લાવવા માગતા હતા.તેણે કહ્યું હતું કે અમે વર્લ્ડ કપ પહેલા આ રિધમ જાળવી રાખવા માંગીએ છીએ. ઘરઆંગણે કટોકટીની પરિસ્થિતિને જોતાં, શ્રીલંકાના તમામ લોકો માટે આ મુશ્કેલ સમય છે પરંતુ અમને આશા છે કે અમે અમારા લોકોના ચહેરા પર થોડું સ્મિત લાવવામાં સફળ થયા છીએ શ્રીલંકાના વર્તમાન કેપ્ટન દાસુન શનાકાએ ટુર્નામેન્ટની શરૂઆતની મેચમાં અફઘાનિસ્તાન સામે હાર્યા હોવા છતાં સમગ્ર ટૂર્નામેન્ટમાં આટલું સારું પ્રદર્શન કરવા બદલ સાથી ખેલાડીઓની પ્રશંસા કરી હતી. શનાકાએ કહ્યું હતું કે પહેલી હાર બાદ અમે ગંભીર ચર્ચા કરી હતી. અમે જાણતા હતા કે અમારી પાસે પ્રતિભા છે પરંતુ રમતના સંજોગોમાં તેને ઢાળવાની જરૂર હતી અને તમામ ખેલાડીઓએ યોગદાન આપ્યું હતું.

વર્કલોડ મેનેજ કરવા મહિલા બિગ બેશ લીગમાંથી ખસવાનું વિચારતી સ્મૃતિ મંધાના
ડર્બી, તા. 12 (પીટીઆઈ) : ભારતીય મહિલા ટીમની વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના તેના વર્કલોડને મેનેજ કરવા માટે મહિલા બિગ બેશ લીગમાંથી ખસી જવા વિચારી રહી છે જેથી તે રાષ્ટ્રીય ટીમ માટે રમવા માટે ફિટ રહી શકે. ફેબ્રુઆરીમાં ભારતે વન ડે વર્લ્ડકપ પહેલા ન્યૂઝીલેન્ડ સામે દ્વિપક્ષિય સીરિઝ રમી ત્યારથી મંધાના સતત રમી રહી છે. મંધાનાએ બીજી ટી20 પહેલા વર્ચ્યુઅલ મીડિયા ઇન્ટરેક્શનમાં કહ્યું, સ્વાભાવિક છે કે હું બીબીએલમાંથી ખસવાનું વિચારી રહી છું.

Most Popular

To Top