ભરૂચ : ભરૂચની (Bharuch) સરસ્વતિ વિદ્યાલયમાં ધોરણ ૧૦માં ભણતી એક વિદ્યાર્થિનીને (Stuednt) નાપાસ કરવાની ધમકી આપી શાળાનાં આચાર્ય રણજીત ઉર્ફે રાકેશ પરમાર વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો. માસૂમ વિદ્યાર્થિની આવાં શારીરિક ત્રાસથી બચવા માટે શાળાએ (School) જવાની આનાકાની કરી રહી હતી. માસૂમ વિદ્યાર્થિનીની હાલત કોઇને કહેવાય નહિ કે સહેવાય નહીં એવી થઈ ગઈ હતી. આખરે તેણે હિંમતથી પાતાની બહેનને વાત કરતાં આખી ઘટનાની જાણ માતાને કરતાં તેમણે પોલીસ ફરિયાદ (Police Complaint) નોંધાવતા પોલીસે હવસખોર આચાર્યની ધરપકડ કરી છે.
હવસખોર આચાર્ય રણજીત ઉર્ફે રાકેશ પરમારે ગત તા-30 ઓગસ્ટનાં રોજ વિદ્યાર્થિની પર ફરી એકવાર દુષ્કર્મ ગુજાર્યુ હતું. અને તા-૧૦મી સપ્ટેમ્બરનાં રોજ શારીરિક અડપલા કરાતાં વિદ્યાર્થિની એકદમ ગભરાઈ ગઈ હતી અને આચાર્યની કેબિનમાંથી બહાર દોડી આવી હતી. આખરે તેણે પોતાની બહેનને ફોન કરતા તે પણ દોડી આવી પોતાની બહેન પર થતાં શારીરિક અત્યાચાર અંગેની ચોંકાવનારી વિગતો જાણી તે પણ હચમચી ઉઠી હતી. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે, નરાધમ આચાર્ય રણજીત ઉર્ફે રાકેશ પરમાર CCTV શાળાના કેમેરા બંધ કરી દુષ્કર્મ ગુજારતો હતો. મળતી માહિતી મુજબ વિદ્યાર્થિનીની માતાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલિસ ફરીયાદ નોંધાવતા પોલીસે બળાત્કાર અને પોકસોની કલમો હેઠળ આચાર્ય રણજીત પરમારની ધરપકડ કરી વધુ તપાસનો આરંભ કર્યો છે.
ખોલવડની સગીરા પર કિશોરનો બળાત્કાર, સગીરાએ બાળકીને જન્મ આપ્યો
કામરેજ: કામરેજ ચાર રસ્તા પાસે તરુણે સગીરા પર બળાત્કાર કરતાં તે ગર્ભવતી બની હતી ને બે દિવસ અગાઉ બાળકીને જન્મ આપ્યો હતો. સગીરાના પિતાએ બળાત્કાર કરનાર તરૂણ સામે કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મુળ મોરબી જિલ્લાના વતની અને હાલ કામરેજના ખોલવડ ગામ પાસે પરિવાર સાથે રહેતી 16 વર્ષીય તરૂણી અને તેના ભાઈ બહેને મામા પાસે મૂકી માતા-પિતા ગત જાન્યુઆરી મહિનામાં ગોંડલ ખાતે માતાજી નિવેધ માટે ગયા હતા. તે દરમ્યાન નજીકમાં રહેતો 17 વર્ષીય તરૂણે રાત્રે તરૂણીના ઝુપડીમાં આવી તરુણી સાથે જબરજસ્તીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને આ અંગે કોઈને પણ જાણ ન કરવા અંગે ધમકી આપી હતી. ત્યાર બાદ તરૂણી ગર્ભવતી બની હતી ને ત્રણ દિવસ અગાઉ તરૂણીએ સુરતની સ્મીમેર હોસ્પીટલમાં એક બાળકીને જન્મ આપ્યો હતો. શનિવારે તરૂણીના પિતાએ 17 વર્ષ તરૂણની સામે ફરિયાદ નોંધાવી હતી.