Charchapatra

સાંપ્રદાયિકતાનું વિષયક દેશને નુકશાન કરે છે

ભાજપ-કોંગ્રેસને, કોંગ્રેસ-ભાજપને, હિન્દુ-મુસલમાને મુસલમાન-હિન્દુને, આર.એસ.એસ.-ડાબેરીઓને અને ડાબરીઓ-આર.એસ.એસ.ને વખોડે છે જેના પરિણામે દેશના સર્વે રાજકીય પક્ષો, સંસ્થાઓ, સંગઠનો અને દેશવાસીઓ દેશની આઝાદી બાદ વર્ષોથી વેપારિક ચગડોળે ચડતી રહેલ છે. હજુ રહેશે. અંદરોઅંદર વૈમન્સ્યો વધતા જાય છે અને વધતા જવાના છે. દેશની એક વ્યક્તિ સાથે બનેલ ઘટના રાજકીય પક્ષો દ્વારા તેમજ સાંપ્રદાયિક સંગઠનો દ્વારા મતબેંકોના સ્વાર્થેને કારણે દેશમાં લાંબો સમય સુધી મોટી રીતે ચગાવીને પૂરા દેશને વૈવારિક ચક્રવ્યુહમાં સપડાવી દે છે. વિચાોરના આ વિષચક્રનું કડવા સત્ય એક જેવુ કારણ દેશની આઝાદી બાદ સ્વરૂપપથ હિન્દી અને હિન્દુસ્તાનમાં અતિ અગત્યતા ભારતીય સંસ્કૃતિના મૂળ સાચા અને જરૂરી વિચારોને દેશના પ્રથમ શાસનકર્તા કોંગ્રેસ દ્વારા નગણ્ય ગણી અગત્યતા નહી આપવાનુ ગણી શકાય. માટે લઘુમતીને મતબેંક ગણી જેના પરિણામે જ દેશમાં બહુમળી મત બેંક ઊભી થયેલ છે.

પરિવાદી કોંગ્રેસના આજે ઊભી થયેલ મોટી તિરાડોની સમસ્યાઓનો ઉકેલ પણ આજ છે. દેશના નુકસાન કારક વિચારોના આ વિષયને હજુ જાગીને રોકવુ હોય તો માત્ર દેશને જ નહીં પણ વિશ્વને ઉપકારક ભારતીય સંસ્કૃતિના હિન્દી, હિન્દુ અને હિન્દુસ્તાનના સંપૂર્ણ સાચા અને જરૂરી વિચારને ત્વરીત અગત્યતા આપવાની જરૂર છે, જેના માટે દેશવાસીઓની જાગૃતિ અને સંગઠીતતા અતિ આવશ્યક બને છે. દેશની આ અતિ અગત્યની બાબતે લોગ તો પરદેશની જેમ પ્રજામત (રેફરન્ડમ) પણ ઓનલાઇન લઇ શકાય. દેશના ગંભીર બનેલા પ્રશ્નોનું મૂળ પણ આજ છે જેની નોંધ દેશના રાજકીય પક્ષો સહિત સર્વે દેશવાસીઓએ લેવાની જરૂર છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top