વ્યારા: ઉકાઈ (Ukai) હાઇડ્રો પાવર પ્રોજેક્ટ (Haidro Powar Project) ખાતે સરવે કરવા માટેની મંજૂરી મેળવી સોનગઢ તાલુકાના સિંગલખાંચ (Singalkach) તથા પાથરડા (Pathrada) ગામમાં (Village) ડ્રોન (Dron) ઉડાવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આ બંને ગામો ઉકાઈ ડેમ નજીક હોય આ વિસ્તાર અત્યંત સંવેદનશીલ ગણાય છે. છતાં બેરોકટોક ડ્રોન ઉડાડી અવરનવર કેટલાક અજાણ્યા ઇસમો સંવેદનશીલ મથકની ઠેકડી તો ઉડાડી રહ્યા જ છે, સાથે સાથે અહીં ભયનું વાતાવરણ ઊભું કરતા જોવા મળ્યા છે. હાલ આ ગામનાં લોકોને સ્થાનિક તંત્ર દ્વારા સરવે અંગેની આવી કોઇ જાણકારી આપી ન હતી. જેથી આજરોજ ભયભીત થયેલા આ બંને ગામનાં રહીશો મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
આવેદન આપી તમામ હીલચાલની માહિતીની માંગ
સોનગઢ તાલુકાના સિંગલખાંચ તથા પાથરડા ગામના લોકોનાં જણાવ્યા મુજબ તા.૨૭/૦૮/૨૦૨૨ના રોજ સવારે ૮થી ૫ વાગ્યા સુધી ગ્રામજનોની જાણ બહાર કોઈક અજાણ્યા ઈસમોએ ડ્રોન દ્વારા સરવે કર્યો હતો. પૂછપરછ કરતાં તેઓએ કલેક્ટરના હુકમને લઈ માપણી કરતા હોવાનું જણાવ્યું હતું. આ બાબતે ઉકાઈ જૂથ ગ્રામ પંચાયત, વહીવટદાર તથા તલાટી કમ મંત્રી પ્રતાપ પી.મેરે જણાવ્યું કે, પંચાયતને કોઈપણ લેટર કે મૌખિક માહિતી આપવામાં આવી નથી. સોનગઢ મામલતદારને રજૂઆત કરી ત્યારે તેઓ ટ્રેનિંગમાં હોવાથી સર્કલ ઓફિસરને સિંગલખાંચ ગામે શુક્રવારે બપોરે ૩ વાગે મોકલ્યા હતા. ત્યારે તેઓએ કોઈ કંપની તરફથી માપણી થતી હોવાનું જણાવ્યું હતું.
ટોપોગ્રાફિકલ સરવે કરવાની મંજૂરી આપવા અર્થે સરકારમાં દરખાસ્ત કરી
આ મામલે તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે, કોઇ Arecelor Mittal Nippon Steel India કંપનીનું ઉકાઈ ડેમ ખાતે Upper Reservoir અને lower Reservoirનું નિર્માણ કરી ૪ હાઈડ્રો પાવર યુનિટ દરેક ૭૫ મેગાવોટ ઇન્સ્ટોલ કરી આશરે ૩૦૦ મેગાવોટ વીજ ઉત્પાદન કરવાનું આયોજન છે. જેની માટે ઉકાઈ ડેમની હેઠવાસમાં ૨૧ ચોરસ કિ.મી. અને ૨૮.૬ કિ.મી.ની પેરેફરીમાં ડ્રોન દ્વારા ટોપોગ્રાફિકલ સરવે કરવાની મંજૂરી આપવા અર્થે સરકારમાં દરખાસ્ત કરી હતી. તેને સરકાર અને કલેક્ટરે મંજૂરી આપતાં આ સરવેની કામગીરીના ભાગરૂપે ડ્રોન ઉડાડવામાં આવ્યું હતું. સરવે માટેની મંજૂરી ફક્ત સર્વેક્ષણ કામ પૂરતી જ અપાઈ છે. યોજના કે યોજનાના કોઈ ભાગમાં સર્વેક્ષણ હાથ ધરવાની કંપનીને મંજૂરી નથી.