વ્યારા: વ્યારા (Vyara) તાલુકાનાં સાદડવાણ ગામે ડુંગરી ફળીયામાં (Dungri Faliya ) જાહેર રસ્તા ઉપર યુવક પર જમીન અને મકાન બાબતે જુની અદાવત રાખી જીવલેણ હુમલો(Attak) કરનાર મહિલા સહિત બે વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. સાદડવાણ ગામે ડુંગરી ફળીયામાં રહેતા અનિશાબેન ગામીતનો છોકરો અક્ષય વસંત ગામીતને સાંજે તેમના ઘર તથા જમીન બાબતે જુની અદાવત રાખી હિરાભાઇએ ગાળો આપી હતી. જેને લઈ મામલો બિચક્યો હતો. સવિતાબેને અક્ષય ગામીતને લાકડી વડે માથાના પાછળના ભાગે એક સપાટો મારી દીધો હતો.
હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું
હિરાભાઇએ દાતડા વડે જમણા હાથના ખભા પાસે, છાતીના ભાગે તથા ડાબા હાથના પંજાના ભાગે ઘા ઝિંકી અક્ષય ગામીતને લોહીલુહાણ કરી કરી દીધો હતો. તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ હુમલા સંદર્ભે અનિશાબેન ગામીતે ફરિયાદ આપતા પોલીસે હિરા ઠગા ગામીત અને સવિતાબેન હિરા ગામીત વિરૂદ્ધ ગુનો નોંધી વધુમાં તપાસ હાથ ધરી છે.
વ્યારાનાં સાદડવાણ ગામમાં હુમલો કરનાર મહિલા સહિત બે વિરૂધ્ધ ગુનો નોંધાયો
જેલમાંથી જામીન પર છુટ્યાના બીજા જ દિવસે ધમકી આપતાં વધુ એક ગુનો દાખલ
ભરૂચ : જંબુસર તાલુકાના ટુંડજ ગામે સત્તાનો દુરોપયોગ કરી બે મહિના પહેલા ડેપ્યુટી સરપંચના પરિવાર સહિત ૬ જણાએ હુમલો કર્યો હતો. આરોપીઓ જેલવાસ ભોગવી આવ્યા બાદ તેના બીજા દિવસે એક આરોપીએ દલિત યુવાનને ફિલ્મી ડાયલોગ બોલીને ધમકી આપતા ફરીવાર કાવી પોલીસમાં બીજો ગુનો નોધાયો છે.
પિયરમાં રહેતી પત્નીને તમાચા મારી પતિ પુત્રીને લઈ જતો રહેતા ગુનો દાખલ
કામરેજ: દંપતી વચ્ચે ઝઘડો થતાં પત્ની બે પુત્રીઓ સાથે કામરેજ પિયરમાં રહેતી હતી, પુત્રી નહીં આપતાં પતિએ પિત્તો ગુમાવ્યો હતો ને પત્નીને તમાચા મારી પતિ પુત્રીને લઈ જતો રહેતાં પત્નીએ પતિ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
હાલમાં રોશની અભિષેક ટોપીવાલા પુત્રી યસ્વી અને પુત્ર રીંયાશ સાથે કામરેજ મથકની સામે સાંઈનગરમાં પિયરમાં રહે છે. 2015માં રોશનીના લગ્ન 103, શિવમ રેસીડન્સી ખાતે અભિષેક સાથે થયા હતા. છેલ્લા પાંચ માસથી પતિ-પત્ની વચ્ચે વિવાદ થતો હોવાથી છેલ્લા બે માસથી રોશની પિતાના ઘરે કામેરજ ખાતે રહેવા માટે આવી ગઈ હતી. શુક્રવારના રોજ બપોરના 12.30 કલાકે પતિ કામરેજ સાંઈનગર ખાતે પુત્રી યસ્વીને લઈ જવા માટે આવ્યા હતાં. પરંતુ પત્નીએ પુત્રીને આપવાની ના પાડતા પતિ ઉશ્કેરાઈ જઈને પત્નીને તમાચા મારી ગાળો બોલી ‘હવે હું તને નહિ છોડુ’ તેમ કહિને પુત્રી યસ્વીને લઈને જતો રહેતા પત્નીએ કામરેજ પોલીસ મથકમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી.