લીમખેડા/દાહોદ: માલપુર નજીક અંબાજી પગપાળા જઈ રહેલા યાત્રીઓને એક ફોર વ્હીલર ગાડીએ અડફેટમાં લેતાં ૬ થી વધુ યાત્રીઓના મોત નીપજ્યાંનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ મૃતક યાત્રીઓ પૈકી બે યાત્રીઓ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના હોવાનું સામે આવતાં પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. અંબાજી પગપાળા જઈ રહેલા પગપાળા યાત્રીઓને લુણાવાડા બાજુથી માલપુર નજીક કેટલાંક પગપાળા યાત્રીઓને માતેલા સાંઢની માફક દોડી આવતી એક ફોર વ્હીલર ગાડીના ચાલકે અંબાજી પગપાળા જઈ રહેલા યાત્રીઓને અડફેટમાં લેતાં ૬ થી વધુ યાત્રીઓના મોતના સમાચારને પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચકચાર મચી જવા પામી હતી.
ત્યારે આ પગપાળા યાત્રામાં દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના વલુન્ડી અને ખિરખાઈ ગામે દેવધા ફળિયામાં રહેતાં સંજયકુમાર નરેશભાઈ તિલવાડ અને અપસીંગભાઈ સોનિયા બારીયાનો પણ મૃતકોમાં સમાવેશ થતાં સમગ્ર લીમખેડા તાલુકા સહિત દાહોદ જિલ્લામાં આ શોકના સમાચાર વાયુવેગે પ્રસરતાં મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાંથી માં અંબેના દર્શન કરવા માટે પદયાત્રીઓ પગપાળા જવાના રવાના થઈ રહ્યાં છે ત્યારે આવા સમયે આ ઘટનાને પગલે પગપાળા યાત્રીઓ સહિત દર્શનાર્થીઓમાં ચકચાર મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર લીમખેડા તાલુકાના ખીરખાય વલુન્ડી ઢઢેલા વિગેરે ગામોમાંથી મહિલા બાળકો સહિત પગપાળા યાત્રા સંઘ ગણેશ ચતુર્થી ના દિવસે માં અંબાના અંબાજી ધામમાં દર્શન કરવા માટે નિકળીયા હતા.
અને અરવલ્લી જિલ્લાના માલપુર ખાતે રાત્રી રોકાણ બાદ વેહલી સવારના ૬ વાગ્યા ના સુમારે ચાલતા હતા ત્યારે માલપુર નજીક કુષ્ણ પુરા ગામ નજીક મહારાષ્ટ્ર પાસીગની ઈનોવા કારનાં ચાલકે પુરઝડપે હંકારી ને ટક્કર મારતાં ૬ યાત્રાળુઓના ધટના સ્થળે મોત નિપજયા હતા. જેમાં પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ચલાલી ગામના ૪ યાત્રાળુ તથા ઝાલોદ તાલુકાના ગોડીયા ગામના વિક્રમ રૂપાભાઈ આડ તથા લીમખેડા તાલુકાના વલુન્ડી ગામના સંજયભાઈ નરેશભાઈ બિલવાળ તથા ખિરખાય ગામના અપસીગ સોનિયા બારીયાનું કરુણ મોત થતાં સમગ્ર લીમખેડા વિસ્તાર તેમજ દાહોદ જિલ્લામાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોરે તમામ મૃતક યાત્રાળુઓ ને શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.