ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicle) હવે દેશભરમાં પોલ્યુલર થઈ રહ્યાં છે. ઓછો ખર્ચ અને વધુ માઈલેજ વાળી કાર (Car) હવે લોકોને સારો અને સસ્તો વિકલ્પ (Option) લાગે છે. વર્તમાન યુગમાં ઈલેક્ટ્રિક કાર એક નવો વિકલ્પ તો છે પરંતુ તેમાં વપરાતી બેટરીના ચાર્જિંગને (Battery charging) લઈ હજી અનેક શંકા કુશંકાઓ છે. બેટરી અંગે હજુ ઘણું સંશોધન ચાલી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વધારાના કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ (Petrol Diesel) મોંઘા થઈ રહ્યા છે. આ જ કારણ છે કે બેટરીથી ચાલતા વાહનોની સંખ્યા સતત વધી રહી છે. બેટરી સંચાલિત વાહનો માટે ચાર્જિંગની સિસ્ટમને લઈને સરકારે ભારતીય ગ્રાહકોને ઘણા વિકલ્પો આપ્યા છે. આ હોવા છતાં દેશમાં કારની બેટરી ચાર્જ કરવા માટે યોગ્ય ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા હજુ પણ ઓછી છે. હવે ભારતીય બજારમાં જે રીતે ફોનની બેટરીને ઝડપી ચાર્જ કરવાનો વિકલ્પ હાજર છે તેવી જ રીતે ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કારની બેટરીમાં પણ એવા ફેરફાર કરવામાં આવ્યા છે કે હવે તેને ઝડપથી ચાર્જ કરી શકાશે.
- દેશમાં કારની બેટરી ચાર્જ કરવા માટે યોગ્ય ચાર્જિંગ સ્ટેશનોની સંખ્યા હજુ પણ ઓછી છે
- ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કારની બેટરીમાં પણ એવા ફેરફાર કરવામાં આવ્યા છે કે હવે તેને ઝડપથી ચાર્જ કરી શકાશે
- Huaweiની ચાર્જિંગ ટેક્નોલોજી માત્ર પાંચ મિનિટના ચાર્જિંગમાં વાહનને 200 કિમીની રેન્જ માટે તૈયાર કરશે
કારની બેટરી પાંચ મિનિટમાં ચાર્જ થશે, રેન્જ 200 કિમી સુધીની હશે
ચીનની એક કંપની Huawei એવી ચાર્જિંગ ટેક્નોલોજીવાળી ઇલેક્ટ્રિક કાર લઈને માર્કેટમાં આવી રહી છે જેની ચાર્જિંગ ટેક્નોલોજી ખૂબ જ ઝડપી છે. એકવાર કારની બેટરી ચાર્જ થયા બાદ આ કાર 200 કિમીની રેન્જ માટે તૈયાર થઈ જશે. રિપોર્ટ અનુસાર Huaweiની ચાર્જિંગ ટેક્નોલોજી માત્ર પાંચ મિનિટના ચાર્જિંગમાં વાહનને 200 કિમીની રેન્જ માટે તૈયાર કરશે. આ વાતનો ખુલાસો Huaweiના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ વાંગ ચાઉએ કર્યો છે. તેમણે કહ્યું કે કંપનીએ 2021માં સ્માર્ટ ડ્રાઇવિંગ સોલ્યુશન રજૂ કર્યું હતું જેના દ્વારા બેટરીને દસ મિનિટના ચાર્જિંગમાં 200 કિલોમીટરની ડ્રાઇવિંગ રેન્જ માટે તૈયાર કરવામાં આવશે. વધુ વિગતો આપતાં તેમણે કહ્યું કે આગામી કેટલાક વર્ષોમાં કંપની ચાર્જિંગનો સમય 5 મિનિટ સુધી લાવવાની યોજના ધરાવે છે.
ફોનની જેમ ઝડપથી વાહનની બેટરી ચાર્જ કરવા પર સંશોધન કરવામાં આવી રહ્યું છે
ફોનની જેમ વિશ્વભરની કાર ઉત્પાદક કંપનીઓ ઇલેક્ટ્રિક કારની બેટરીને ઝડપથી ચાર્જ કરવા માટે સંશોધન કરી રહી છે. આ ક્રમમાં ચીનની અન્ય EV બેટરી ઉત્પાદક CATL એટલે કે કન્ટેમ્પરરી એમ્પાયરેક્સ ટેક્નોલોજીએ નવી ઇલેક્ટ્રિક કારની બેટરી રજૂ કરી છે. આ બેટરી સિંગલ ચાર્જ પર 1000 કિમીથી વધુની રેન્જ આપી શકે છે. જો આ બેટરીનો ઉપયોગ ઇલેક્ટ્રિક કારમાં કરવામાં આવે તો તે ઘણી હદ સુધી ઉર્જા બચાવી શકે છે. કંપનીનો દાવો છે કે CTP 3.0 બેટરીમાં આવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે બેટરીની લાઇફ વધારશે અને તેને મજબૂત કરશે જે બેટરીને વધુ એનર્જી આપશે.