ગાંધીનગર : અમદાવાદના (Ahmedabad) GMDC ગ્રાઉન્ડ ખાતે શુક્રવારે મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી રાજનગર શ્વે. મૂ. તપાગચ્છ સંઘ (પશ્ચિમ વિભાગ) દ્વારા આયોજિત મહાપ્રભાવક સર્વસિદ્ધિદાયક ૨૦૦ સિદ્ધિતપ પારણોત્સવ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ ઉપસ્થિતોને ‘મિચ્છામી દુક્કડમ’ પાઠવીને જણાવ્યું હતું કે, ૨૦૦ સિદ્ધિતપ તપસ્વીઓના ૪૫ દિવસનાં સિદ્ધિ તપનાં પારણાંના આ પ્રસંગે ઉપસ્થિત રહીને હું ધન્યતા અનુભવું છું. મુખ્યમંત્રી એ આ પ્રસંગે જૈન ગુરુજનો અને મહારાજ સાહેબના આશીર્વાદ મેળવ્યાં હતાં. આ પારણોત્સવમાં રજવાડી શોભાયાત્રા સાથે રાજાશાહી પારણાં યોજાયા હતાં. પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્ વિજય ચન્દ્રજિતસૂરીશ્વરજી મહારાજે આ પ્રસંગે તપનું મહત્વ સમજાવતા આશીર્વચન પાઠવ્યાં હતા. સીએમ પટેલે તપસ્વીઓને પારણા કરાવ્યા હતા.
અમદાવાદમાં મહાપ્રભાવક સર્વસિદ્ધિદાયક તપસ્વીઓને પારણા કરાવતા દાદા
By
Posted on