વ્યારા: નિઝરથી બાઇક ચોર ઉચ્છલ થઇ સોનગઢ તરફ આવતો હોવાની બાતમીનાં આધારે એલસીબીએ ઉચ્છલ ત્રણ રસ્તા પાસે છટકું ગોઠવી આ બાઇક ચોરને ચોરીનાં મુદ્દામાલ સાથે દબોચી લીધો હતો. વધુ તપાસ કરતાં આ ચોર પાસેથી છ જેટલી ચોરીની બાઈકો મળી આવી હતી. એલસીબીએ આ ચોરટા પાસેથી આશરે ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કરી વધુમાં તપાસ હાથ ધરી છે.નિઝર તાલુકાના નવલપુર પાસે બોરઠા ગામનો જયેશ મધુકર વળવી ચોરીની એક્ટિવા મોપેડ લઇને ઉચ્છલ તાલુકાના સયાજી ગામથી નીકળી સોનગઢ તરફ જનાર છે, તેવી બાતમીને લઈ એલસીબીએ અલગ અલગ ટીમો બનાવી વોચ ગોઠવતાં સયાજીગામ તરફથી બાતમીવાળો આ ઇસમ જયેશ મધુકર વળવી ચોરીની મોપેડ સાથે મળી આવ્યો હતો.
વધુ તપાસ ઉચ્છલ પોલીસ કરશે
એલસીબીએ પૂછપરછ કરતાં આ મોપેડ પોતાનો મિત્ર રાજ વિનોદ વસાવા (રહે., સાયલાગામ, તા.નિઝર, જિ.તાપી) સુરત ખાતેથી ચોરી કરી કોઇ ગ્રાહકને વેચવા તેને આપી ગયો હોવાનું જણાવ્યું હતું. આરોપીના ઘરે એલસીબીએ તપાસ કરતાં સુરત ખાતેથી ચોરાયેલાં કુલ ૬ વાહન મળી આવ્યાં હતાં, જેમાં (૧) એક્ટીવા મોપેડ નં.GJ 05 KV 2609, (૨) ગ્રાજીયો મોપેડ નં. GJ 05 SB 9976, (૩) હોન્ડા ગ્રાજીયા મોપેડ નં.GJ 05 SN 9123ની રવિન્દ્ર દિવાનજી વસાવા (રહે.,હનુમાન ફળિયું, સયાજી, તા.ઉચ્છલ, જિ.તાપી)ને, (૪) સુઝુકી એક્સેસ મોપેડ નં.GJ 05 SX 6926, (૫) સુઝુકી એક્સેસ મોપેડ નં.GJ 05 SY 8942, (૬) હોન્ડા એક્ટિવા મોપેડ નં.GJ 05 SL 5501 આ તમામ વાહનોની કુલ કિં.રૂ.૧.૫૦ લાખ, મોબાઇલ ફોન નંગ-૧ કિં.રૂ.૩ હજાર તથા જયેશ મધુકર વળવીનો અસલ આધાર કાર્ડ મળી કુલ રૂ.૧.૫૩ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આરોપી વિરુદ્ધ Cr.P.C. કલમ ૪૧ (૧) ડી મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ ઉચ્છલ પોલીસને સોંપવામાં આવ્યો છે.
LCBની કામગીરી:11 વર્ષથી પાસાનાં વોરંટની બજવણી ટાળી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
સુરત જિલ્લા એલ.સી.બી પોલીસે 11 વર્ષીથી પાસાનાં વોરંટની બજવણી ટાળી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. મૂળ યું.પીનો આરોપી નેશનલ હાઇવે નં.48 પર આવ્યો હોવાની બાતમી પોલીસને મળતા પોલીસે રેડ કરી તેની અટકાયત કરી હતી.પેરોલ ફ્લો સુરત ગ્રામ્યનાં એ.એસ.આઈ અરવિંદભાઈ બુધિયાભાઈ તથા પો.કો દીપકભાઈ અનિલભાઈનાઓને બાતમી મળી હતી કે 2011નાં વર્ષથી પાસાના વોરંટની બજવણી ટાળી નાસતો ફરતો આરોપી કારમસિંધ મૂળચંદ ચૌહાણ મૂળ રહે. બેલા, તા-લાલગંજ, જી-આઝમગઢ, યુપી હાલ ગુજરાતમાં આવેલ છે. જે નેશનલ હાઇવે નં.48 પર લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ પાસે ઉભો છે. જે આધારે એલ.સી.બી પેરોલફ્લોના સ્ટાફ સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કારમસિંધ ચૌહાણને ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.