વડોદરા: રખડતા ઢોર મુદ્દે હાઇકોર્ટે ગુજરાત સરકારને ફટકાર આપી હતી તે પહેલા પણ પાલિકા દ્વારા ઠેર ઠેર રખડતા ઢોરને પકડવાની કામગીરી કામગીરી અને ઢોરવાડા સીલ કરવા સહિતની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે આજ રોજ શહેરમાં ગેરકાયદેસર રીતે ઉભા થયેલા ઢોરવાડા જેમાં આજવા-મહાવીર હોલ ચાર રસ્તા ઉમા ચાર રસ્તા સહિતના આસપાસના વિસ્તારોમાં ઉભા થયેલા ગેરકાયદેસર ઢોરવાડા પર પાલિકાએ બુલડોઝર ફેરવી દીધું છે. ત્યારે પશુપાલકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું છે. જયારે ભારે હોબાળો મચતા થયેલી ઝપાઝપીમાં એક મહિલા પીએસઆઈને નજીવી ઈજાઓ થતા વાતાવરણ તંગ બન્યું હતું. જોકે પાલિકાએ ઢોર પાર્ટીએ ત્રણ ગાય પડકીને પાંજરાપોળ ખાતે મોકલી આપી હતી.
વડોદરા મહાનગર પાલિકા દ્વારા આજ રોજ શહેરમાં વહેલી સવારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ શાખાની ટીમ સહિત પાલિકાના ઉચ્ચ અધિકારીઓએ રખડતી ત્રણ ગયો અને ઢોરવાડો જમીનદોસ્ત કરવામાં આવ્યા હતા જેથી સ્થાનિક પશુપાલકોના લોકટોળા ત્યાં એકઠા થયા હતા. વીઆઈપી રોડ પર આવેલ મિલન પાર્ટી પ્લોટ સામે આવેલા ગેરકાયદેસર રીતે ઉભા થયેલા ઢોરવાડાને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
ત્યારે સ્થાનિક પોલીસ બંદોબસ્ત પણ રખડવામાં આવ્યો હતો. પરિણામે સ્થાનિક રહીશો અને પશુપાલકોના ટોળેટોળા ગેરકાયદે બનેલા ઢોરવાડા આસપાસ એકત્ર થયા હતા. પાલિકાની ટીમનું બુલડોઝર એકશનમાં આવે એ અગાઉ એકત્ર ટોળાએ હોબાળો માંચવાનું શરુ કર્યું હતું. જેથી પોલીસે પ્રાથમિક તબક્કે ટોળાને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આમ છતાં પશુ પલકો અને સ્થાનિક રહીશોનું ટોળું મક્કમ બન્યું હતું. ભારે હોબાળા વચ્ચે પાલિકાની કાર્યવાહીમાં અડચણો ઉભી કરવાનું શરુ કર્યું હતું.
પાલિકાની દબાણ શાખા દ્વારા જયારે આજ રોજ પોલીસ કાફલા સાથે ગેરકાયદેસર રીતે ઉભા થયેલા ઢોરવાડા તોડવા ગયા હતા ત્યારે પશુપાલકો દ્વાર પોલીસ સાથે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા જેમાં ઝપાઝપી દરમ્યાન એક મહિલા પીએસઆઈને નજીવી ઈજાઓ જોવા મળી હતી. જેથી વિસ્તારમાં થોડો સમય તો ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. આમ પાલિકાની દબાણ શાખાની ટીમે બુલડોઝરના સહારે ગેરકાયદે ત્રણેય ઢોરવાડા તોડી નાખ્યા હતા. ઉપરાંત ઘટના સ્થળ પરથી ત્રણ ગાય પણ ઢોર પાર્ટીએ કબજે કરી હતી. આજ પપ્રમાણે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ મહાવીર ચાર રસ્તા ખાતે અને ઉમા ચોકડી નાલંદા ચાર રસ્તે પણ ગેરકાયદે બનેલા પાંચથી સાત ઢોરવાડા પોલીસ બંદોબસ્ત સાથે રાખીને તોડી પડ્યા હતા આ જગ્યાએ પણ પશુ પલકો અને સ્થાનિક રહીશો વચ્ચે પડતા ઉત્તેજના જોવા મળી હતી.